________________
સાતમે અધ્યાય
૪૨૫
ફળ–દિવિરતિ વ્રતનાં અનેક ફળે છે. તેમાં મુખ્ય બે ફળ છે. (૧) ધારેલ દિશાની બહાર થતી સર્વ પ્રકારની હિંસાને ત્યાગ થાય છે. પિતે ન જાય, પિતે હિંસા ન કરે, કેઈને પ્રેરણા ન કરે, છતાં જે દિશાની હદનું નિયમન ન કર્યું હોય તે ત્યાં થતી સર્વ પ્રકારની હિંસાનું પાપ લાગે. કારણ કે નિયમન ન કરવાથી તે હિંસાનું અનુમેદન રહેલું છે. (૨) લોભ મર્યાદિત બને છે. હદનું નિયમન થયા પછી તે હદમાં ગમે તે આર્થિક લાભ થવાને હોય તે પણ ત્યાં ન જઈ શકાય. એટલે લેભને મર્યાદિત બનાવ્યા વિના આ નિયમ ન લઈ શકાય. લીધા પછી તેનું સમ્ય) પાલન કરવાથી લાભ અધિક અધિક ઘટતું જાય છે. અનેક પ્રકારના પ્રભનેની સામે ટકવાનું સાત્વિક બળ મળે છે.
(૭) દેશવિરતિ (દેશાવગાશિક) –દિગ્વિરતિ વ્રતમાં ગમનની જે હદ નક્કી કરી હોય તેમાં પણ દરરોજ યથાચિગ્ય અમુક દેશને (–ભાગને) સંક્ષેપ કરે તે દેશવિરતિ. દેશ(–અમુક ભાગ) સંબંધી વિરતિ તે દેશવિરતિ. દા. ત. દરેક દિશામાં ૧૦૦૦ માઈલથી દૂર ન જવું એમ દિગ્વિતિ વ્રતમાં નિયમ છે, તે આ વ્રતમાં દરરોજ જ્યાં જ્યાં જવાની જરૂર હોય કે સંભાવના હોય તેટલે જ દેશ છૂટો રાખી બાકીના દેશને નિયમ કરે. પથારીવશ બની જવાય કે અન્ય માંદગી હોય તે આજે ઘરની કે હોસ્પિટલની બહાર ન જવું એ નિયમ કરે. મુંબઈ કે અમદાવાદ જેવા શહેરમાં કે નાના ગામડામાં રહેઠાણુ હોય અને એ શહેરની કે ગામડાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org