________________
સાતમે અધ્યાય
૪૩૩ જેનો ઉપયોગ કરવો પડતો હોય તે સિવાયની વસ્તુઓને તે અવશ્ય ત્યાગ કરે. તથા આ સિવાયની અલ્પ પાપવાળી વસ્તુઓમાં પણ જેને ઉપયોગ ન કરવાનું હોય તેને ત્યાગ કરે જોઈએ. જેથી નિરર્થક પાપથી બચી જવાય. સચિત્ત-વ-વિયાએ ચૌદ નિયમે દરરોજ લેવાથી બિન ઉપયોગી વરતુઓનો ત્યાગ અને ઉપયોગી વસ્તુઓનું પરિમાણુ સહેલાઈથી થઈ શકે છે. આ ચૌદ નિયમના પાલનથી નિરર્થક પાપોથી બચવા સાથે બાહા અને અત્યંતર દષ્ટિએ જીવન કેવું સુંદર બને છે, તથા એનાથી આધ્યાત્મિક અને શારીરિક કેવા લાભ થાય છે વગેરે તે એ નિયમનું પાલન કરનાર જ સમજી શકે છેઅનુભવી શકે છે. ધંધામાં પંદર પ્રકારના કર્માદાનનો ત્યાગ કર જોઈએ. બધાને ત્યાગ ન થઈ શકે તે અમુકને બિનજરી હોય તેને અવશ્ય ત્યાગ કરે.
- ફળ-આ વ્રતથી જીવનમાં સાદાઈ અને ત્યાગ આવે છે. આ વ્રતથી આધ્યાત્મિક દૃષ્ટિએ લાભ થવા સાથે શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક વગેરે દષ્ટિએ પણ ઘણું લાભ થાય છે.
(૧૨) અતિથિ સંવિભાગ–તિથિ, પર્વ વગેરે લૌકિક વ્યવહારને જેમણે ત્યાગ કર્યો છે તેવા ભિક્ષુઓ અતિથિ છે. પ્રસ્તુતમાં શ્રાવક ધર્મને અધિકાર હોવાથી અતિથિ રૂપે વિતરાગપ્રણીત ચારિત્રધર્મની આરાધના કરનારા સાધુએ સમજવા જોઈએ. અતિથિને-સાધુઓને સંવિભાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org