________________
સાતમે અધ્યાય
૪૩૭ સંલેખનાનું વિધાનमारणान्तिकी संलेखनां जोषिता ॥ ७-१७॥
વતી ( -ગૃહસ્થ કે સાધુ) મરણને અંતે સંલેખના કરે છે.
સંલેખના એટલે શરીર અને કષાને પાતળા કરનાર તપ વિશેષ. દુષ્કાળ, શરીર નિર્બળતા, રોગ, ઉપસર્ગ આદિના કારણે ધર્મનું પાલન ન થઈ શકે તેમ હોય ત્યારે અથવા મરણ નજીક હોય ત્યારે વ્રતીએ ઉદરી, ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ વગેરે તપ વડે કાયા અને કષાને પાતળા કરીને (શ્રાવક હોય તે મહાવતેને સ્વીકાર કરવા પૂર્વક) જીવનપર્યત ચારે પ્રકારના આહારને ત્યાગ કર જોઈએ. આ વખતે જીવનના અંતિમ સમય સુધી મનમાં મૈત્રી આદિ અને અનિત્યાદિ ભાવનાઓ ભાવવી જોઈએ. સ્વીકારેલી પ્રતિજ્ઞાનું સ્મરણ કરવું જોઈએ. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને ત્યાગ કરીને મનને સ્વસ્થ-સમાધિયુક્ત રાખવું જોઈએ. આ પ્રમાણે કરવાથી વતી અંતિમ કાળે અતિ સુંદર મેક્ષમાર્ગની આરાધના કરી લે છે. [૧૭]
[ તેને સ્વીકાર્યા બાદ તેમાં દૂષણે-અતિચારે ન લાગે તેની કાળજી રાખવી જોઈએ. આ માટે કેવી કેવી રીતે કયા કયા અતિચારો લાગવાનો સંભવ છે એ સાધકે જાણ્યું જોઈએ. આથી હવે ગ્રંથકાર સમ્યગ્દર્શનમાં, બાર વતેમાં અને સંલેખનામાં સંભવિત મુખ્ય મુખ્ય અતિચારનું વર્ણન શરૂ કરે છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org