________________
સાતમે અધ્યાય
સંસારને ત્યાગ કરવા પૂર્વક (મહા) વ્રતનું પાલન કરે તે અનગાર વતી. અગારી વતીને શ્રાવક, શ્રમણે પાસક, દેશવિરતિ શ્રાવક વગેરે શબ્દોથી સંબોધવામાં આવે છે. અનગારવતીને શ્રમણ, મુનિ, સાધુ વગેરે શબ્દોથી સંબોધવામાં આવે છે. [૧૪]
અગારી વતીની વ્યાખ્યા
ગણુવ્રતોડનારી છે ૭-૫ જે વ્રતીને અણુવ્રત (એક બે વગેરે) હેય તે અગારી, અર્થાત અગારી વતીને પાંચ અણુતે હોય છે.
અગારીની આ વ્યાખ્યાથી અથપત્તિથી સિદ્ધ થાય છે કે જેને મહાવતે હોય તે અનગાર વતી. આણુ–નાનાં અને મોટા એમ બે પ્રકારનાં વતે છે એમ અધ્યાય ૭ સૂત્ર ૨ માં જણાવ્યું છે. તેના અણુ અને મહાન એ બે ભેદને લઈને વતીના બે ભેદ છે. અણુવ્રતધારી સાધક અગારી છે અને મહાવ્રતધારી સાધક અનગાર છે. ગૃહસ્થાવાસમાં રહેલ વ્યક્તિ મહાવ્રતોનું પાલન અશક્ય હેવાથી અણુવ્રતોનું પાલન કરે છે. પાંચ અણુવ્રતનું સ્વરૂપ સાતમા અધ્યાયના બીજા સૂત્રમાં જણાવવામાં આવ્યું છે. [૧૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org