________________
સોતમ અધ્યાય
૪૧૩.
કહે. આમ થોડા ફેરફાર સાથે જે બોલવામાં આવે તે અર્થાતર અસત્ય છે.
(૩) ગહ -સાય બેલવા છતાં હિંસા, કઠોરતા. વગેરેથી યુક્ત વચન બોલવું તે ગહ રૂપ અસત્ય છે.
હિંસાનું કારણ સત્ય વચન પણ અસત્ય છેઃ
પાંચ વ્રતમાં અહિંસા મુખ્ય વ્રત છે. બીજાં તે તેના રક્ષણ માટે છે. એટલે અસત્ય આદિ વ્રતનું બાહ્યદષ્ટિએ પાલન થવા છતાં જે તેનાથી અહિંસા વ્રતનું પાલન ન થતું હોય તે એ વાસ્તવિક પાલન જ નથી. આથી બાહ્યદષ્ટિએ વચન સત્ય હોવા છતાં જે તેનાથી હિંસા થતી હોય તે તે વચન વાસ્તવિક રીતે અસત્ય જ છે. સાધુએ રસ્તામાં હરણને જતું જોયું. કેઈ શિકારી સામે મળતાં હરણ કઈ દિશામાં ગયું છે એ પૂછ્યું. સાધુએ હરણના જવાની દિશા બતાવી. અહીં બાહ્યદષ્ટિએ સાધુનું વચન અસત્ય નથી. પણ તે વચનથી શિકારી તે દિશામાં જઈને હરણને શિકાર કરે એટલે પરિણામે હિંસા ઉત્પન્ન થાય. આથી આ વચન અસત્ય છે. એ પ્રમાણે મૂખને મૂર્ખ કહે, કાણાને કાણે કહેવું વગેરે સત્ય પણ અસત્ય જ છે. કારણ કે તેનાથી પ્રાણવિયાગ રૂપ હિંસા ન થવા છતાં દુઃખાનુભવ રૂપ હિંસા અવશ્ય થાય છે. વાસ્તવિક હિંસા પણ એ જ છે. આ આપણે ગયા સૂત્રમાં વિચારી ગયા છીએ. કઠેરતા, પશૂન્ય, ગાળ અદિથી યુક્ત વચને અસત્ય વચને છે. આવાં વચને કઈને સાંભળવા ગમતાં ન. હેવાથી સાંભળીને દુઃખ થાય છે. [૯].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org