________________
સાતમે અધ્યાય
૪૫
માલિકે રજા આપી હેાવા છતાં સચિત્ત વસ્તુનું ગ્રહણ નહિં કરવુ જોઈ એ. અન્યથા જીવ અદત્ત દોષ લાગે.
(૩) તીથ કર અદત્ત-વસ્તુ અચિત્ત હોય અને માલિકે રજા આપી હાય તે પણ સાધકે વિચારવું જોઈ એ કે આ વસ્તુ લેવા તીર્થંકર (શાસ્ત્ર)ની આજ્ઞા છે કે નહિ? તીર્થંકરની આજ્ઞા ન હેાય અને લે તે તીર્થંકર અદત્ત દ્વેષ લાગે. જેમ કે સાધુ માટે તૈયાર કરેલ આહાર-પાણીનુ ગ્રહણુ. દાતા ભક્તિથી સાધુને આહાર-પાણી આપતા હાય, તે આહાર-પાણી અચિત્ત હાય, છતાં જે તે સાધુ માટે તૈયાર કરેલાં ડાય તો સાધુથા (નિષ્કારણ ) ન લેવાય. જો લે તે તી'કર અદત્ત દોષ લાગે, કારણ કે તીર્થંકરોએ સાધુ માટે તૈયાર કરેલ આહાર-પાણી (નિષ્કારણ) લેવાના નિષેધ કર્યાં છે. (૪) ગુરુ અદત્ત-રવામીની અનુજ્ઞા હાય, વસ્તુ સચિત્ત હાય, તીથંકરની પણ અનુજ્ઞા હાય, છતાં જો ગુરુની અનુજ્ઞા લીધા વિના વસ્તુ ગ્રહણ કરે તે ગુરુ અદત્ત દેષ લાગે. જેમકે ગુરુની અનુજ્ઞા વિના નિર્દોષ આહાર-પાણીનું ગ્રહણુ. નિર્દોષ પશુ આહાર-પાણી લેતાં પહેલાં ગુરુની અનુજ્ઞા અવશ્ય લેવી જોઈ એ. દાતા ભક્તિથી આપે છે એટલે સ્વામી અદત્ત નથી. નિર્દોષ હાવાથી જીવ અદત્ત કે તીર્થંકર અદત્ત પણ નથી. છતાં જે ગુરુની અનુજ્ઞા વિના લાવેલાં હાય ત ગુરુ અદત્ત છે. આથી સાધકે જે વસ્તુ લેવાની તીથ કરાએ અનુજ્ઞા આપી હોય તે વસ્તુ લેવા માટે પણ ગુરુની અનુજ્ઞા અવશ્ય મેળવવી જોઈએ.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org