________________
સાતમે અધ્યાય
૪૧૭
થાય છે. માટે કામચેષ્ટા અબ્રહ્યા છે. મૈથુનની નિવૃત્તિથી આધ્યાત્મિક અહિંસાદિ ગુણેની વૃદ્ધિ થાય છે. માટે મૈથુનની નિવૃત્તિ એ બ્રા છે. બ્રહ્મનું પાલન તે બ્રહ્મચર્ય.
બ્રહ્મચર્યના પાલનથી આધ્યાત્મિક દૃષ્ટિએ તે લાભ છે જ. વધારામાં એહલૌકિક દૃષ્ટિએ પણ ઘણે લાભ છે. બ્રહ્મચર્યથી વીર્યરક્ષા, શરીરબળ, રોગનો અભાવ, કાંતિ, પ્રતાપ, ઉત્સાહ આદિ અનેક લાભ થાય છે. [૧૧]
પરિગ્રહની વ્યાખ્યામૂજી પરિષદા ૭–૨ જડ કે ચેતન વસ્તુ ઉપર મૂર્છા-આસક્તિ પરિગ્રહ છે.
સામાન્યથી પરિગ્રહને અર્થ સ્વીકાર થાય છે. પણ
૧. અહીં વેદના ઉદયથી થતી કોઈ પણ કામચેષ્ટા મથુન છે એમ જે કહેવામાં આવ્યું છે તે સ્થૂલદષ્ટિએ છે. સૂક્ષ્મદષ્ટિથી તે શબ્દાદિ કોઈ પણ વિષયના સુખની ક્રિયા મિથુન છે. કારણ કે બ્રહ એટલે આત્મા, ત્રણ મૂબ્રહ્મચર્યનું બ્રહ્મમાં–આત્મામાં રમણતા કરવી એ બ્રહ્મચર્ય છે. આ દૃષ્ટિએ રાગ-દ્વેષથી શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પાંચ વિષયનું સેવન પણ અબ્રહ્મ-મૈથુન છે. આથી જ સાધુઓના પાક્ષિક સૂત્રમાં
सदा रूवा रसा गंधा फासाणं पवियारणा ॥ मेहुणस्स वेरमणे एस वुत्ते अइकम्मे ॥
“રાગ-દ્વેષ પૂર્વક શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શનું સેવન એ મિથુનવિરમણવ્રતમાં દોષરૂપ છે ” એમ કહેવામાં આવ્યું છે.
૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org