________________
૪૧૨
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર અસત્ (અસત્ય)ના ત્રણ ભેદ છે. (૧) સદ્ભાવપ્રતિષેધ, (૨) અર્થાતર, અને (૩) ગોં. સદ્ભાવ પ્રતિધના ભૂતનિધ્રુવ અને અભૂતભાવન એ બે ભેદે છે.
(૧) ભૂતનિધ્રુવ –ભૂત એટલે બનેલ, નિદ્ધવ એટલે છુપાવવું-અ૫લાપ કર. બની ગયેલ વસ્તુસ્થિતિનો અ૫લાપ કરે તે ભૂતનિહ્નવ રૂપ અસત્ (અસત્ય) છે. દા. ત. કેઈએ પોતાને અમુક રકમ ચેડા ટાઈમ માટે આપી હાય, મુદત પૂરી થતાં તે લેવા આવે ત્યારે નથી આપી એમ કહેવું. અથવા પાસે પૈસા હોવા છતાં માગ - નારને હમણાં મારી પાસે નથી એમ કહેવું.
(૨) અભૂતેદભાવન –અભૂત એટલે નહિ બનેલું, ઉદ્દભાવન એટલે ઉત્પન્ન કરવું. નહિ બનેલી વસ્તુસ્થિતિને ઉત્પન્ન કરવી એ અભૂતદુભાવન રૂપ અસત્ય છે. દા. ત. અન્ય કઈ વ્યક્તિએ પોતાની પાસેથી અમુક વસ્તુ ન લીધી હોવા છતાં તે વ્યક્તિને તે મારી પાસેથી અમુક વસ્તુ લીધી છે એમ કહેવું.
(૨) અર્થાતર – અર્થાતર એટલે ફેરફાર. વસ્તુ જે સ્વરૂપે હોય તે સ્વરૂપથી ભિન્ન સ્વરૂપે-ફેરફાર કરીને કહેવું તે અર્થાતર અસત્ય. અન્યને ૫૦૦ રૂપિયા આપ્યા હોય, પણ થોડા ટાઈમ પછી ૬૦૦ રૂપિયા આપ્યા હતા એમ કહેવું. નકલી વસ્તુને અસલી અને અસલી વસ્તુને નકલી કહેવી. જૂનાને ન અને નવાને જૂનો માલ કહે. રૂપિ. - યાની કિંમતના માલનો ગ્રાહક પાસે સવા રૂપિયે ભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org