________________
સાતમે અધ્યાય
૪૦૫ છે. પિતે જે સાધના કર્તા હોય તેનાથી અધિક સાધના કરવાની ઈચ્છા રહ્યા કરે છે. એ માટે શક્ય પ્રયત્ન પણ કરે છે. આથી અતિપ્રેમથી ધમનું શ્રવણ, ધાર્મિક પુરુષનાં દર્શનથી થતે આનંદ, અને અધિક સાધનાની ઈચ્છા એ -ત્રણ ધર્મ અને ધાર્મિક પુરુષ પ્રત્યે જાગેલા બહુમાનનાં લક્ષણે છે. ધર્મ અને ધાર્મિક પુરુ પ્રત્યે જાગેલું બહુમાન એ સવેગનું લક્ષણ છે. કાયાના સ્વરૂપની વિચારણાથી વૈરાગ્યની પુષ્ટિ :
કોઈ પણ પ્રકારની આસક્તિ સાધનામાં બાધક છે. પાંચ મહાવ્રતના સાધકે સંસારના સર્વ પદાર્થોને ત્યાગ કરી દીધું હોય છે. એની પાસે મહાવ્રતની સાધનામાં જરૂરી ઉપકરણે હોય છે. એનું શરીર પણ ઉપકરણ રૂપ જ હોય છે. ઉપકરણ એટલે સંયમની સાધનામાં સહાયક વસ્તુ. શરીર અને વસ્ત્રો વગેરે સંયમની સાધનામાં સહાયક બનતાં હોવાથી સાધુઓ તેનું રક્ષણ કરે છે, પણ અનાસક્ત ભાવથી. તેમાં જે આસક્તિભાવ આવી જાય તે તે ઉપકરણ બનવાને બદલે અધિકરણ (સંસારમાં સહાયક) બની જાય છે. આથી સાધકે બિન જરૂરી કઈ વસ્તુ રાખ‘વાની નથી, અને જરૂરી વસ્તુને ઉપગ પણ આસક્તિ વિના કરવાનું છે, તેમાં પણ કાયા ઉપર આસક્તિ ન રહે એ માટે બહુ જ સાવધ રહેવાની જરૂર છે. દરેક જીવને સામાન્યથી અન્ય પદાર્થોની અપેક્ષાએ કાયા ઉપર અધિક આસક્તિ હોય છે. અન્ય પદાર્થો ઉપરથી આસક્તિ દૂર થયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org