________________
૩૬૮
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર. (૧૪) આવશ્યક અપરિહાણિક–જે અવશ્ય કરવું જોઈએ, જેના વિના ચાલે નહિ તે આવશ્યક સામાન્યથી સામાયિક આદિ છે આવશ્યક છે. પણ અહીં આવશ્યક શબ્દથી સંયમના નિર્વાહ માટે જરૂરી સર્વ ક્રિયાઓ સમજવી. સંયમની સર્વપ્રકારની ક્રિયાઓ ભાવથી સમયસર વિધિપૂર્વક કરવી એ આવશ્યક અપરિહણિ છે. ભાવથી એટલે માનસિક ઉપયોગ પૂર્વક. ઉપગ વિનાના સર્વ ધાર્મિક અનુષ્ઠાને દ્રવ્ય અનુષ્ઠાને છે. દ્રવ્ય અનુષ્ઠાનેથી આત્મકલ્યાણ ન થાય.
(૧૫) ક્ષમાપ્રભાવના –સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યફચારિત્ર એ ત્રણ મેક્ષને માર્ગ (–મોક્ષપ્રાતિને ઉપાય) છે. મોક્ષમાર્ગની પ્રભાવના એટલે સ્વયં મોક્ષમાર્ગનું પાલન કરવા સાથે અન્ય જીવે પણ મોક્ષમાર્ગ પામે એ માટે ઉપદેશ આદિ દ્વારા મેક્ષમાર્ગને પ્રચાર કરે.
(૧૬) પ્રવચન વાત્સલ્ય –અહીં પ્રવચન શબ્દથી શ્રુતધર, બાળ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી, શૈક્ષક, ગણુ વગેરે મુનિ ભગવંતે સમજવા. તેમના ઉપર સંગ્રહ, ઉપગ્રહ અને અનુગ્રહથી વાત્સલ્ય ભાવ રાખવો તે પ્રવચન વાત્સલ્ય. સંગ્રહ. એટલે અભ્યાસ આદિ માટે આવેલ પર સમુદાયના સાધુને. શાસ્ત્રોક્ત વિધિપૂર્વક સ્વીકાર કરે, પોતાની પાસે રાખીને અભ્યાસ આદિ કરાવવું. ઉપગ્રહ એટલે સાધુઓને જરૂરી વસ્ત્ર, પાત્ર, વસતિ આદિ મેળવી આપવું. અનુગ્રહ એટલે
૧. ગલાન આદિના અર્થ માટે જુઓ અ. ૯, સત્ર ૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org