________________
શ્રી તત્વાર્થીધિગમ સત્ર જોગવી શકાય તેવા શબ્દાદિ વિષયને ઉપયોગ કરે. ઉપભેગ–અનેકવાર ભેગવી શકાય તેવા સ્ત્રી, વસ્ત્ર આદિ. પદાર્થોનો ઉપયોગ કરે. વીર્ય–આત્મિક શક્તિ. ' (૧) દાનાંતરાય–દાન આપનાર દાન ન આપી શકે તેવો પ્રયત્ન કરીને દાનમાં વિદન કરવો. જ્ઞાનદાન આદિ અનેક પ્રકારે દાન છે. જે જે દાનમાં વિન કરવામાં આવે તે તે દાનાંતરાય કર્મ બંધાય. જ્ઞાન દાન કરનારને ( ભણાવનારને) જ્ઞાન દાનમાં અંતરાય કરવાથી જ્ઞાન દાનાંતરાય કર્મ બંધાય. જેથી એ કમ ઉદયમાં આવતાં જ્ઞાન હોવા છતાં બીજાને જ્ઞાન આપી શકાય નહિ. કેઈના સત્કારસન્માનના દાનમાં અંતરાય કરવાથી ગુણીને સત્કાર-સન્માનનું દાન ન કરી શકાય તેવા કર્મો બંધાય. એ પ્રમાણે સુપાત્રદાન, અભયદાન વગેરે વિશે પણ સમજવું.
(૨) લાભાંતરાય–જ્ઞાન, ધન આદિની પ્રાપ્તિમાં અન્યને વિન કરવાથી જ્ઞાન, ધન આદિના લાભાંતરાયના કર્મો બંધાય છે. જેમકે બીજાને જ્ઞાનપ્રાપ્તિમાં વિન કરવો, ચેરી, અનીતિ વગેરે કરી અન્યના ધનલાભમાં અંતરાય કરવો વગેરે. (૩) ભેગાંતરાય–નેકર આદિને સમયસર ખાવા ન આપવું કે સમયસર ખાઈ ન શકે તેવાં કાર્યો બતાવવાં વગેરે રીતે બીજાના ભોગમાં અંતરાય કરવાથી ભેગાંતરાય કર્મ બંધાય. (૪) ઉપભેગાંતરાય–પરસ્ત્રીઅપહરણ, કલેશ-કંકાસ કરાવવો વગેરે રીતે સ્ત્રી આદિન ઉપભેગમાં વિઘ કરવાથી ઉપભેગાંતરાય કર્મ બંધાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org