________________
-૩૮૦
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર હિંસાના પાપથી અટકવું તે હિંસા વિરમણ વ્રત. અસત્યના પાપથી અટકવું તે મૃષાવાદ વિરમણવ્રત. એમ યાવત્ પરિગ્રહથી અટકવું તે પરિગ્રહ વિરમણવત. મુખ્ય પાપે પાંચ હોવાથી મુખ્ય વ્રત પાંચ છે. તેમાં પણ હિંસા વિરમણ વ્રત (અહિંસા વ્રત) મુખ્ય છે. શેષ ચાર વ્રત જેમ ધાન્યની રક્ષા કરવા ખેતરમાં ચારે બાજુ વાડ હાય છે તેમ પ્રથમ વતની રક્ષા માટે વાડ સ્વરૂપ છે. યદ્યપિ સાધુઓને માઠે છઠ્ઠ રાત્રિભેજન વિરમણ વ્રત પણ છે. છતાં અહીં મુખ્ય–સર્વસામાન્ય વતની ગણતરી હોવાથી તેને ઉલ્લેખ કર્યો નથી. અહીં વ્રતની વ્યાખ્યામાં વતને નિવૃત્તિ રૂપ બતાવેલ છે, પણ અર્થોપત્તિથી વ્રત નિવૃત્તિપ્રવૃત્તિ ઉભય સ્વરૂપ છે. કારણ કે નિવૃત્તિ-પ્રવૃત્તિ પિતાપુત્રની જેમ સાપેક્ષ છે. હિંસા આદિથી નિવૃત્તિ થતાં જીવ શાસ્ત્રવિહિત ક્રિયામાં પ્રવૃત્તિ કરે છે. અહીં નિવૃત્તિની પ્રધાનતાથી વ્રતને નિવૃત્તિ રૂપ બતાવવામાં આવેલ છે.
પ્રશ્ન –સર્વ સાધનાનું દયેય રાગદ્વેષને દૂર કરવાનું છે. કારણ કે રાગ-દ્વેષથી પાપપ્રવૃત્તિ થાય છે. પાપપ્રવૃત્તિથી કર્મબંધ થાય છે. કર્મબંધથી સંસારમાં પરિભ્રમણ થાય છે. સંસારપરિભ્રમણમાં કેવળ દુઃખને જ અનુભવ થાય છે. આમ દુઃખનું મૂળ રાગ-દ્વેષ (–કષાયે) છે. આથી વ્રતીએ રાગ-દ્વેષ-કષાયે નહિ કરવાનો નિયમ લેવું જોઈએ.
૨. ૨૨ જિનેશ્વરના શાસનમાં આ વ્રત નથી. તેમજ શ્રાવકના વ્રતમાં પણ એની વ્રત તરીકે ગણતરી કરવામાં આવી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org