________________
સાતમે અધ્યાય
૩૮૧. રાગ-દ્વેષ દૂર થતાં પાપપ્રવૃત્તિ એની મેળે જ અટકી જાય, ચાવી ખલાસ થતાં ઘડિયાળ અટકે છે તેમ. આથી રાગ-દ્વેષ નહિ કરવાના નિયમનું વિધાન ન કરતાં હિંસા આદિ પાપથી અટકવાના નિયમનું વિધાન કેમ કરવામાં આવ્યું છે? ઉત્તર –વાત સત્ય છે. સકળ દુઃખનું મૂળ રાગ-દ્વેષ-કષાયે છે. આથી રાગ-દ્વેષને દૂર કરવા એ સાધનાનું, મુખ્ય ધ્યેય છે. છતાં રાગ-દ્વેષ માનસિક પરિણામ હોવાથી પ્રારંભમાં સર્વથા દૂર ન થઈ શકે. એટલે પ્રથમ તે રાગદ્વેષને જેનાથી પુષ્ટિ મળતી હોય તેને અટકાવવાની જરૂર છે. પુષ્ટિના અભાવે સમય જતાં રાગ-દ્વેષ સર્વથા નષ્ટ થઈ જાય. રેગને નાશ કરે હેય તે પ્રથમ જે કાર
થી રેગ વૃદ્ધિ પામતે હોય તે કારણોને દૂર કરવાં જોઈએ. પછી દવા લેવાથી રોગને જતાં વાર ન લાગે. તેમ અહીં રાગ-દ્વેષ પાપની પ્રવૃત્તિથી વૃદ્ધિ પામે છે. માટે પ્રથમ તેને અટકાવવી જોઈએ. પછી શુભ પ્રવૃત્તિ રૂપ દવાનું સેવન કરવાથી અલ્પકાળમાં રાગ-દ્વેષ રૂપ રોગને નાશ થઈ જાય. જેમ જીવન ટકાવવા આહાર જોઈએ છે, આહાર ન મળે તે મૃત્યુ થાય છે, તેમ રાગ-દ્વેષને જીવવા પાપ-પ્રવૃત્તિ આહાર છે. આથી જે પાપપ્રવૃત્તિ રૂપ આહાર બંધ કરવામાં આવે તે રાગ-દ્વેષ-કષાયે લાંબે ટાઈમ ન ટકી શકે. એટલે સાધકે સર્વ પ્રથમ હિંસા આદિ પાપને ત્યાગ કરવા પૂર્વક શુભ અનુષ્ઠાનનું સેવન કરવું એ જ હિતાવહ છે. પાપે અનેક પ્રકારનાં છે. તેમાં અહીં જણાવેલાં. હિંસા આદિ પાંચ પાપે મુખ્ય છે. આથી સર્વ પ્રથમ એ પાંચ પાપને ત્યાગ કરવાનું વિધાન છે. પ્રારંભમાં રાગ-.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org