________________
સાતમે અધ્યાય
૩૯૫ શ્વસનીય અને અપ્રિય બને છે. જિહાછેદ વગેરે કષ્ટ પામે છે. જેની પાસે ખોટું બોલે છે તેની સાથે વૈર-દુશ્મનાવટ થાય છે. આથી અવસરે તેને કઈ પણ સહાયતા મળતી નથી. (૩) ચેરી કરનાર જીવ અનેકને દુઃખી–ઉદ્વિગ્ન કરે છે. પિતાને સદા ભયભીત રહેવું પડે છે. ચેારી લાવેલી. વસ્તુઓના રક્ષણ માટે અનેક પ્રકારનાં કષ્ટો સહન કરવાં - પડે છે. સદા મન ભયભીત હોવાથી ભોગ-ઉપલેગ પણ શાંતિથી કરી શકતું નથી. પિલીસ આદિના હાથે પકડાઈ જાય તે જેલ, અપકીતિ વગેરે દુઃખ પામે છે. (૪) અબ્રહ્મમાં(–મૈથુન સેવનમાં)આસક્ત પ્રાણુ વીર્યક્ષય, અશક્તિ, પરસ્ત્રીની સોબત કરવાથી અપકીર્તિ, પ્રાણને નાશ વગેરે અનેક દુખે પામે છે. (૫) ધન મેળવવા ટાઢ, તડકે, ભૂખ, તરસ વગેરે અનેક કષ્ટો સહન કરવો પડે છે. મેળવવા. માટે શારીરિક અનેક કષ્ટો સહન કરવા છતાં જે ન મળે. તે માનસિક ચિંતા આદિ દુઃખ ઉત્પન્ન થાય છે. કદાચ મળી જાય તો તેના રક્ષણ માટે અનેક કષ્ટો સહન કરવાં પડે છે. ચાર આદિ લઈ ન જાય તેની ચિંતા, ભય વગેરે. માનસિક દુઃખે પણ સદા રહ્યા કરે છે. ધન ઘણું મળવા. છતાં તૃપ્તિ થતી નથી, સદા મન અતૃપ્ત રહે છે. અતૃપ્ત માણસ કદી શાંતિ પામતા નથી. પુણ્ય પરવારી જતાં ધનને. નાશ થાય તે કેટલાકનું હૃદય બંધ પડી જાય છે. કેટલાકને અતિસાર, સંગ્રહણી વગેરેથી ઝાડાને રોગ થાય છે. અથવા મરણ સુધી માનસિક પરિતાપ રહ્યા કરે છે. લોભી માણસ ધન મેળવવાની લાલસામાં વિવેક પણ ભૂલી જાય છે. હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org