________________
સાતમે અધ્યાય
૩૭ મહાવ્રતાને સ્થિર કરવા સર્વે તે માટે સર્વ સામાન્ય (બીજી) ભાવના
સુકામેવ વા | ૭–૧ તથા હિંસાદિ પાપે દુ:ખ રૂપ જ છે એમ. વિચારવું.
હિંસાદિથી કેવળ સ્વને જ દુઃખ થતું નથી, અન્ય પ્રાણીઓને પણ દુઃખ થાય છે. આથી સાધકે વિચારવું જોઈએ કે–જેમ મને દુઃખ પ્રિય નથી તેમ અન્ય કઈ પણ જીવને દુઃખ પ્રિય નથી. જે હું છું તેવા જ અન્ય પ્રાણીઓ છે. આથી જેમ કેઈ મારો વધ કરે તે મને દુઃખ થાય છે, તેમ અન્યને વધ કરવાથી તેને પણ દુઃખ થાય છે. કોઈ અસત્ય બોલીને મને ઠગે તે જેમ મને દુઃખ થાય છે તેમ શું અન્યને અસત્યથી દુઃખ ન થાય? એ પ્રમાણે ચેરી આદિથી પણ અન્ય પ્રાણીઓને દુઃખ થાય છે. માટે એ પાપને ત્યાગ કરે એ જ હિતાવહ છે. મૈથુનસેવનમાં અનુભવાતું સુખ પણ ખણજ આદિ વ્યાધિના ક્ષણિક પ્રતીકાર સમાન હોવાથી દુઃખ જ છે. પરિગ્રહ, પણુ અપ્રાપ્ત ધનની ઈચ્છાને સંતાપ, પ્રાપ્ત ધનના રક્ષણની ચિંતા, તેને ઉપભેગમાં અતૃપ્તિ, તેને નાશ થતાં શોક વગેરે દુઃખનું કારણ હોવાથી દુઃખરૂપ જ છે. આમ . હિંસાદિ પાપ વર્તમાનમાં સ્વ–પરના દુઃખનાં કારણ હોવાથી તથા ભવિષ્યમાં દુઃખ આપનાર કર્મબંધનાં કારણ હોવાથી દુખ રૂપ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org