________________
સાતમો અધ્યાય
૩૮૫
આમ મહાવ્રતની અપેક્ષાએ અણુવ્રતમાં સવા વસે (રૂપિયામાં એક આની જેટલું) અહિંસાનું પાલન થાય છે.
ફળ –આ વ્રતના પાલનથી હિંસા સંબંધી કેર પરિણામના પાપથી બચી જવાય છે. જીવદયાનું વિશેષ પાલન થાય છે.
(૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ-કન્યા-અલીક, ગઅલીક, ભૂમિ-અલીક, ન્યાસ-અપહાર, કૂટસાક્ષી એ પાંચ પ્રકારના અસત્યને ત્યાગ. (૧) કન્યા-અલીક સગપણ વગેરે પ્રસંગે કન્યા સંબંધી અલીક–ખોટું બોલવું. દા. ત. કન્યા રૂપાળી ન હોવા છતાં રૂપાળી કહેવી. અહીં કન્યા એ ઉપલક્ષણ છે. એટલે દ્વિપદપ્રાણું =બે પગવાળા છે) સંબંધી સર્વપ્રકારના અસત્યને કન્યા-અલીકમાં સમાવેશ થાય છે. આથી દાસ-દાસી વગેરે સંબંધી અસત્યને પણ કન્યા-અલીકમાં સમાવેશ થઈ જાય છે. (૨) ગે–અલીક – ગાય સંબંધી અસત્ય બોલવું. ગાયના અંગમાં અમુક પ્રકારનો રોગ હોવા છતાં તેને રેગ રહિત કહીને અન્યને ઠગવાને પ્રયત્ન કરવો વગેરે. અહીં ગાયના ઉપલક્ષણથી ચતુષ્પદ (=ચાર પગવાળા) ગાય, ભેંસ વગેરે સર્વ પશુઓ સંબંધી અસત્યને ગઅલકમાં સમાવેશ થાય છે.
(૩) ભૂમિ-અલીક –ભૂમિ સંબંધી અસત્ય. ભૂમિ ફળદ્રુપ ન હોવા છતાં ફળદ્રુપ કહીને અન્યને ઠગવાને પ્રયત્ન કરે વગેરે. અહીં ભૂમિના ઉપલક્ષણથી સર્વ પ્રકારની સંપત્તિ સંબધી અસત્યને ભૂમિ-અલકમાં સમાવેશ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org