________________
૩૯૮
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર - આજે જે મોક્ષને ઉદ્દેશીને ધર્મનું આચરણ કરે. છે તેવા ધમી આમાઓ અમુક જરૂરી વ્યવહારના નિયમ પાળી શકતા નથી એવું પણ બને છે. તેમના આ દોષને આગળ કરીને જેમને ધર્મને ખપ નથી, ધર્મ ગમતું નથી તેવાઓ ધર્મને વખોડે છે. તેમણે ઉપર કહેલું દષ્ટાંત યાદ રાખવું જોઈએ. લાડવામાં ઘી ગેળ અ૫ હોય અને મેથી વધારે હોય તે તેમાં ઘી–ગોળ હોવા છતાં તેની ખબર ન પડે. તેને સ્વાદ ન દેખાય. તેમ જે અતિ અ૯પ ધર્મ કરે છે. તેઓમાં ધર્મની ઉન્નતિ થઈ હોવા છતાં સંસારની પરિ-- કૃતિ હજી વધારે હોવાથી ધર્મથી થયેલી સામાન્ય ઉન્નતિ. આપણને દેખાતી નથી. બાકી તેમાં અલ્પેશે પણ ઉન્નતિ અવશ્ય થઈ હોય છે. આથી આવા (જેમનામાં અલ્પાંશે ઉન્નતિ થઈ છે તેવા) ધાર્મિકેના અમુક અમુક દેને. આગળ કરીને ધર્મને દોષ આપ એ નરી અજ્ઞાનતા છે. ધર્મ તે દરેકની ઉન્નતિ જ કરે છે. પણ સાથે રહેલી કષાયની પરિણતિ અવનતિ કરે છે. એટલે ધમના જીવ-- નમાં દેખાતી ત્રુટિઓનું કારણ ધર્મ નથી, કિન્તુ તેની સાથે રહેલી રાગ-દ્વેષની પરિણતિ છે. એટલે ધર્મના જીવનમાં જ્યારે જ્યારે ત્રુટિઓ દેખાય ત્યારે ત્યારે ધર્મ તરફ કરડી નજર ન કરતાં રાગ-દ્વેષ તરફ કરડી નજર કરવી. એ જ હિતાવહ છે. [૨૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org