________________
છો અધ્યાય
૩૭૭
રાગ-દ્વેષની પરિણત ન્યૂન હોવાથી આસવ ઓછે અને સંવર-નિર્જરા વધારે થાય છે. અપુનબંધકની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિ વધારે સંવર–નિર્જ કરે છે. સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ દેશવિરતિ વધારે સંવર–નિર્જરા કરે છે. દેશવિરતિની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિને અને સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ અપુનર્બ ધકને આસવ વધારે હોય છે.
આનું તાત્પર્ય એ આવ્યું કે ધર્મ તે સંવર અને નિર્જરાનું જ કારણ છે. પણ તેની સાથે રહેલી પ્રશસ્ત રાગ-દ્વેષની માત્રા તે તે કર્મના શુભ કે અશુભ કર્મના આસવનું કારણ બને છે. આથી કોઈ એમ કહેતું હોય કે ધાર્મિક અનુષ્ઠાને-ક્રિયાકાંડે આસવનાં કારણ છે તેથી હેય છે, તે તે તદન અસત્ય છે. ધાર્મિક અનુષ્ઠાને તે સંવર અને નિર્જરાનાં એટલે કે મોક્ષના જ કારણ છે. પણ ધર્મ સાથે રહેલી રાગ-દ્વેષની પરિણતિ આસવનું કારણ બને છે. માટે જ પ્રસ્તુતમાં સંયમને સરાગ એવું વિશેષણ લગા(ડવામાં આવ્યું છે. વીતરાગ સંયમ કેવળ નિર્જરાનું જ કારણ બને છે. જેમ ઘી–ગળથી બનાવેલા લાડવા ગળ્યા હોય છે, પણ જો તેમાં મેથી નાંખવામાં આવે તે કડવા લાગે છે. જેમ જેમ મેથી વધારે તેમ તેમ કડવાશ પણ વધારે. અહીં કડવાશ લાડવાની છે કે મેથીની છે? અહીં કડવાશ મેથીની હોવા છતાં લાડવાને કડવા કહેવામાં આવે છે. તેમ ધર્મના પ્રત્યેક અનુષ્ઠાને મીઠા લાડવા સમાન છે, અને તેની સાથે રહેલી રાગ-દ્વેષની પરિણતિ મેથી સમાન છે.”
૧. શ્રાદ્ધવર્ય પંડિત શ્રી પ્રભુદાસ બેચરદાસના વિવેચનને શ્નાવ અહી લીધો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org