________________
૩૩૨
શ્રી તવાધિગમ સૂત્ર ૫ ઇન્દ્રિ, ૪ કષા, ૫ અગત, ૨૫ ક્રિયા એમ કુલ ૩૯ ભેદ સાંપરાયિક આસવના છે.
પાંચ ઇદ્રિનું સ્વરૂપ બીજા અધ્યાયના વીસમાં સૂત્રમાં આવી ગયું છે. ઇંદ્રિય રાગાદિયુક્ત પ્રવૃત્તિ દ્વારા સાંપરાયિક આસવ છે. રાગાદિ વિના ઇદ્ધિ સાપરાયિક આસવ બનતી નથી, કિન્તુ ઈર્યાપથ આસવ બને છે. કષાયનું સ્વરૂપ આઠમા અધ્યાયના ૧૦ મા સૂત્રમાં બતાવવામાં આવશે. પાંચ અવતનું વર્ણન સાતમા અધ્યાયના ૮-૯૧૦-૧૦૧૨ એ પાંચ સૂત્રમાં કરવામાં આવશે. ૨૫ ક્રિયાઓનું વરૂપ આ પ્રમાણે છે –
(૧) સમ્યફકિયા-સમ્યફવયુક્ત જીવની દેવગુ સંબંધી નમસ્કાર, પૂજા, સ્તુતિ, સત્કાર, સન્માન, દાન, વિનય, વૈયાવચ્ચ વગેરે ક્રિયા. આ ક્યિા સમ્યકત્વની પુષ્ટિ તથા શુદ્ધિ કરે છે. આ ક્રિયાથી સાતા વેદનીય, દેવગતિ વગેરે પુણ્યકર્મને આસવ થાય છે. (૨) મિથ્યાત્વ ક્રિયા:મિથ્યાષ્ટિ જીવની સ્વમાન્ય દેવગુરુ સંબંધી નમસ્કાર, પૂજા, સ્તુતિ, સત્કાર, સન્માન, દાન, વિનય, વૈયાવચ્ચ વગેરે ક્રિયા. આ ક્રિયાથી મિથ્યાત્વની વૃદ્ધિ થાય છે. (૩) પ્રવેગ કિયાઃ-શરીરની ગમન-આગમન આદિ ક્રિયા. (૪) સમાદાન ક્રિયા –જેનાથી કર્મબંધ થાય તેવી
* નવન7 પ્રકરણમાં ૩ યુગ સહિત ૪૨ ભેદે જણાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org