________________
૩૩૬
શ્રી સ્વાધિગમ સત્ર વગેરેનું ગ્રહણ થઈ જાય છે. કેમ કે ઇન્દ્રિય આદિના પરિ. ણામ વિના અવતમાં પ્રવૃત્તિ થતી નથી. આથી અહીં ઇંદ્રિય આદિનું ગ્રહણ કરવાની શી જરૂર છે? ઉત્તરવાત સાચી છે. પણ અવતમાં ઇન્દ્રિય આદિના પરિણામ કારણ છે એ જણાવવા માટે ઈદ્રિય આદિનું ગ્રહણ કર્યું છે.
સારાંશ -ઇંદ્રિય આદિ ચારમાંથી ગમે તે એકનું ગ્રહણ કરે તે પણ અન્ય આને તેમાં સમાવેશ થઈ જાય છે. આમ હોવાં છતાં ઇંદ્રિય વગેરે એકબીજામાં કેવી. રીતે નિમિત્ત રૂપ બને છે, અને તેના ગે કેવી કેવી પ્રવૃત્તિ થાય છે ઈત્યાદિને સ્પષ્ટ બંધ થાય એ દષ્ટિ લક્ષ્યમાં રાખીને અહીં ચાર આસાનું ગ્રહણ કર્યું છે. આ ચારમાં પણ કષાયની પ્રધાનતા છે. બાકીના ત્રણને એમાં સમાવેશ થઈ જાય છે.
જેમ પૂર્વે વેગ શુભ અશુભ એમ બે પ્રકારે છે, તેમાં શુભગ પુણ્યને આસવ છે અને અશુભગ પાપકર્મને આસ્રવ છે, એમ જણાવ્યું છે, તેમ અહીં પણ ઇંદ્રિય આદિની પ્રવૃત્તિ પણ પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારે છે. તેમાં પ્રશસ્ત ઈંદ્રિય આદિની પ્રવૃત્તિ પુણ્ય કમને અને અપ્રશસ્ત ઇંદ્રિય આદિની પ્રવૃત્તિ પાપ કર્મને, આસવ છે. પગલિક સુખ માટે ઇન્દ્રિય આદિની પ્રવૃત્તિ અપ્રશસ્ત છે. આત્મકલ્યાણના ઉદ્દેશથી ઇંદ્રિય આદિની પ્રવૃત્તિ પ્રશસ્ત છે. સ્ત્રીના અંગે પાંગ, નાટક આદિ જોવામાં ચક્ષુ ઇન્દ્રિયની પ્રવૃત્તિ અપ્રશસ્ત છે. વીતરાગ દેવ, ગુરુ વગેરેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org