________________
૩૫૮
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર વગેરે ઉપાંગ સૂત્રે, છેદ ગ્રંથ વગેરે શ્રુત છે. સૂત્રે પ્રાકૃત ભાષામાં સામાન્ય ભાષામાં રચાયેલાં છે. એકની એક વસ્તુનું નિરર્થક વારંવાર વર્ણન આવે છે. વ્રત, છ જવનિકાય, પ્રમાદ વગેરેને નિરર્થક વારંવાર ઉપદેશ આવે છે. અનેક પ્રકારના અગ્ય અપવાદે બતાવેલા છે. ઈત્યાદિ રૂપે શ્રુતને. અવર્ણવાદ દર્શનમેહનીયને આસવ છે.
(૩) સંઘ –સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચાર પ્રકારને સંઘ છે. સાધુ-સાધ્વીઓ શરીર આદિની પવિત્રતા રાખતા નથી. કદી સ્નાન કરતા નથી. સમાજને ભારરૂપ થાય છે. સમાજનું અન્ન ખાવા છતાં સમાજની સેવા કરતા નથી. શ્રાવકે અને શ્રાવિકાઓ સ્નાનને ધર્મ માનતા નથી, બ્રાહ્મણને દાન આપતા નથી, હોસ્પિટલ વગેરે આરોગ્યનાં સાધનો બનાવતા નથી. ઈત્યાદિ રૂપે સંઘને અવર્ણવાદ દર્શનમોહનીયને આસવ છે.
(૪) ધર્મ – પાંચ મહાવ્રત આદિ અનેક પ્રકારને ધર્મ છે. ધર્મનું પ્રત્યક્ષ ફળ દેખાતું નથી માટે ધર્મ હંબક છે. ધર્મથી સુખ મળે છે એવું છે જ નહિ. કારણ કે ધર્મ કરવા છતાં દુઃખી અને ધર્મ ન કરવા છતાં સુખી દેખાય છે. ઈત્યાદિ રૂપે ધર્મને અવર્ણવાદ દર્શનમેહનીયને આસ્રવ છે.
(૫) દેવ–અહીં દેવ શબ્દથી ભવનપતિ આદિ દેવ વિવક્ષિત છે. દે છે નહિ. દેવે હોય તે અહીં શા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org