________________
છઠ્ઠો અધ્યાય
૩૪૫ ન કરવામાં આવે તે દુષ્પમાર્જિત એમ બે નિક્ષે૫ અધિકરણ બને છે. પછીના બે નિક્ષેપ પણ નિરીક્ષણ અને પ્રમાર્જન ન કરવાથી કે બરાબર ન કરવાથી જ બને છે. છતાં પ્રથમના બે (અપ્રત્યવેક્ષિત અને દુષ્પમાજિંત) બેદરકારીથી (પ્રમાદથી) બને છે, જ્યારે પછીના બે (સહસા અને અનાગ) બેદરકારીથી–પ્રમાદથી નથી બનતા, કિન્તુ અનુક્રમે સહસા અને વિસ્મૃતિથી બને છે. યદ્યપિ અનાગમાં બેદરકારી તે છે, પણ પ્રથમના બે જેટલી નથી. આમ કારણભેદના કારણે એક જ નિક્ષેપના ચાર ભેદ પડે છે.
(૩) સં ગ એટલે ભેગું કરવું–જેડવું. સંયોગ અધિકરણ ભક્તપાન અને ઉપકરણ એ બે પ્રકારે છે. ભક્તપાન સંગ એટલે ભેજનને સ્વાદિષ્ટ બનાવવા જેટલી આદિની સાથે ગોળ, મુરબ્બો, શાક આદિને સંગ કરે, દૂધમાં સાકર નાખવી વગેરે. ઉપકરણ સંગ એટલે વેશભૂષાના ઉદ્દેશથી પહેરવાનું એક વસ્ત્ર નવું હોય અને એક વસ્ત્ર જૂનું હોય તે જૂનું કાઢીને બીજું પણ નવું વસ્ત્ર પહેરવું વગેરે.
() નિસર્ગ એટલે ત્યાગ. નિસર્ગ અધિકરણના મન, વચન અને કાયા એ ત્રણ ભેદે છે. મનેનિસર્ગ એટલે શાસ્ત્ર વિરુદ્ધ વિચાર કરે. અહીં મનને ત્યાગ એટલે મન રૂપે પરિણાવેલા મને વર્ગણના પુદ્ગલેને ત્યાગ, અને મનરૂપે પરિણુમાવેલા મને વર્ગણાના પુદ્ગલેને ત્યાગ એટલે જ વિચાર. ભાષાનિસર્ગ એટલે શાસ્ત્રથી વિરુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
.
www.jainelibrary.org