________________
૩પર
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર તેમને આસાતવેદનીયને બંધ થતું નથી, બલકે ઘણું નિર્જરા (પૂર્વે બંધાયેલા અશુભ કર્મને ક્ષય) થાય છે.
સૂમ દષ્ટિથી વિચારવામાં આવે તે અધ્યાત્મપ્રેમીઓને તપ આદિમાં થતુ દુઃખ દુઃખરૂપ લાગતું નથી. બકે સુખને અનુભવ થાય છે. કારણ કે એમની નજર ભાવી સુખ તરફ હોય છે. આપણે આપણું જીવનમાં અનેક પ્રસંગમાં કયાં અનુભવતા નથી કે વર્તમાનનું ગમે તેવું દુઃખ ભાવી સુખની આશાથી દુઃખરૂપ લાગતું નથી. રેગી રેગને દૂર કરવા કટુ ઔષધનું સેવન, પથ્યપાલન વગેરે અનેક કષ્ટો સહન કરે છે. છતાં તે કથ્થો તેને કષ્ટરૂપ લાગતાં નથી, બલકે સુખરૂપ લાગે છે. તેના મુખ ઉપર પ્રસન્નતા હોય છે. કારણ કે તેની નજર ભાવી સુખ તરફ હોય છે.. વર્ષોથી પતિવિયેગથી ઝૂરતી યુવતિ જ્યારે બેચાર દિવસોમાં પતિને સંગ થશે તેવા સમાચાર મળે છે ત્યારે સુખને કે અનુભવ કરે છે? પતિસંગના માત્ર સમાચારથી, ઉત્પન્ન થયેલું સુખ એના દિલમાં સમાતું નથી. હું અત્યારે પતિને વિયોગ નથી? પતિ વિયેગનું દુઃખ હોવા છતાં ભાવી સંગસુખની આશાથી તે દુઃખ તેને દુઃખરૂપ લાગતું નથી. - આધ્યાત્મિક માર્ગમાં કષ્ટનું વિધાન ભાવી સુખને લક્ષ્યમાં રાખીને કરવામાં આવ્યું છે. આથી તીર્થકરોના ઉપદેશથી થતા તપ વગેરેમાં મનની પ્રસન્નતા – સમતા હેવાથી અસતાવેદનીય કર્મ બંધાતું નથી, બલકે ભવિષ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org