________________
૫૪
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર ઉઘરાણું આવે એ પહેલાં જ જાતે જ જઈને સ્વેચ્છાથી આનંદપૂર્વક બધી રકમ ચૂકતે કરી દે. એકી સાથે આપી શકાય તેમ ન હોય તે ટુકડે ટુકડે પણ ઉઘરાણું આવે એ પહેલાં જ આપી દે. તેમ સાધક પણ કર્મ ઉદયમાં આવે એ પહેલાં જ તેને પિતાની શક્તિ પ્રમાણે ખપાવવાનો પ્રયત્ન કરે. કદાચ તેવા પ્રકારની મનની નિર્બળતાથી કર્મો ઉદયમાં આવે એ પહેલાં નાશ કરવાનો પ્રયત્ન ન કરે તે પણ સ્વયં એ કર્મો ઉદયમાં આવી જાય તે તેને સમભાવે સહન કરી લે. કારણ કે એ સમજતું હોય છે કે ઈછાએ કે અનિચ્છાએ મારે દુઃખ સહન કરવાનું જ છે, તે મન બગાડ્યા વિના સહન કરી લેવામાં જ સારું છે.
આનાથી ભાવી નવા કર્મોને બંધ અટકે છે. ઉદયમાં આવતાં કર્મો સમભાવે ભેગવાય, અને નવા કર્મો ન બંધાય તે એક દિવસ એવો આવે કે સઘળાં કર્મોનો ક્ષય થઈ જાય અને આત્મા દુઃખથી સર્વથા મુક્ત બની જાય. માટે જેણે દુઃખથી સર્વથા મુક્ત બનવું હોય તેણે તપ આદિ દ્વારા પૂર્વે બંધાયેલાં કર્મોને નાશ કરવા પ્રયત્ન કરવો જોઈએ. તે ન બની શકે તે પણ સ્વયં ઉદયમાં આવેલાં કર્મોને તે સમભાવે જ ભોગવી લેવા જોઈએ. અન્યથા કર્મ અને દુઃખની ઘટમાળ ચાલ્યા કરશે, [૧૨]
સાતા વેદનીય કર્મના આસ___ भूत-व्रत्यनुकम्पा दानं सरागसंयमादियोगः शान्तिः શૌરમિતિ સાથે || દુરૂ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org