________________
છો અધ્યાય
૩૩૯ તેનાથી હિંસા થઈ જાય છે, એ ભેદ છે. આથી બંનેના હિંસાના પરિણામમાં ભેદ છે. પરિણામના ભેદથી કર્મબંધમાં ભેદ પડે છે.
વીર્ય –વીર્યંતરાય કર્મના ક્ષપશમ આદિથી પ્રાપ્ત શક્તિ. જેમ જેમ વિર્ય–શક્તિ વધારે તેમ તેમ પરિણામ વધારે તીવ્ર અને જેમ જેમ વીર્ય ઓછું તેમ તેમ પરિણામ વધારે મંદ હોય છે. તીવ્ર શક્તિવાળો અને મંદ શક્તિવાળો એ બંને એક જ પ્રકારની હિંસાની ક્રિયા કરવા છતાં વીર્યના ભેદના કારણે પરિણામમાં પણ ભેદ પડે છે. માટે જ છઠ્ઠા સંઘયણવાળો ( અત્યંત નબળા સંઘયણવાળો) સાતમી નરકમાં જવું પડે તેવું પાપ કરી શકે જ નહિ. જ્યારે પ્રથમ ( અત્યંત બળયુક્ત) સંઘયણવાળો તેવું પાપ કરી શકે છે. જેમ નબળા સંઘયણવાળે જીવ પ્રબળ પાપ કરી શકતું નથી, તેમ પ્રબળ પુણ્ય પણ કરી શકતો નથી. નબળા સંઘયણવાળે ગમે તે ઉત્કૃષ્ટ ધર્મ કરે છતાં ચોથા દેવકથી ઉપર ન જાય. વીર્યને આધાર શરીરના સંઘયણ ઉપર જ છે. આથી જેમ જેમ સંઘયણ મજબૂત તેમ તેમ પુણ્ય કે પાપ અધિક થઈ શકે.
ક્યા ક્યા સંઘયણવાળે જીવ વધારેમાં વધારે કેટલું પુણ્યપાપ કરી શકે તે જાણવા કયા કયા સંઘયણવાળો જીવ કયા ક્યા દેવલેક સુધી કે કયી કયી નરક સુધી જઈ શકે છે તે જાણવું જરૂરી છે. તે આ પ્રમાણે – ૧ સંઘાણની સમજતી માટે જુઓ આઠમા અધ્યાયનું ૧૨ મું સૂત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org