________________
૩૨૦
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર માટે કહી શકાય, તે આદિમાન. દ્રવ્યના રૂપી અને અરૂપી એમ બે ભેદ છે. તેમાં અરૂપિદ્રવ્યના પરિણામ અનાદિ છે. ધર્માસ્તિકાયના અસંખ્ય પ્રદેશવત્વ, કાકાશવ્યાપિત્ર, ગતિઅપેક્ષાકારણત્વ, અગુરુલઘુત્વ વગેરે, અધર્માસ્તિકાયના અસંખ્યપ્રદેશવત્વ કાકાશવ્યાત્વિ, સ્થિતિઅપેક્ષાકારણત્વ, અગુરુલઘુ વગેરે, આકાશના અનંતપ્રદેશવત્વ, અવગાહદાયિત્વ વગેરે, જીવન જીવત્વ વગેરે, કાળના વર્તના વગેરે પરિણામે અનાદિ છે. આ પરિણામે કોઈ અમુક કાળે ઉત્પન્ન થયા એવું નથી, કિન્તુ જ્યારથી દ્રવ્યું છે ત્યારથી જ છે. દ્રવ્ય અનાદિ છે. માટે આ પરિણામે પણ અનાદિ છે. [૨]
આદિમાન પરિણામરબ્રિાહિમાનું જરૂર છે રૂપી દ્રવ્યોમાં આદિમાન પરિણામ હેાય છે.
પુદ્ગલ રૂપી દ્રવ્ય છે. તેમાં રહેલ તરૂ૫ આદિ પરિણામ આદિમાન છે. કારણ કે તેમાં પ્રતિક્ષણ રૂપ આદિનું પરિવર્તન થાય છે. વિવક્ષિત સમયે થયેલા પરિણામ પૂર્વ સમયે ન હોવાથી આદિમાન છે. પ્રવાહની અપેક્ષાએ તે રૂપી દ્રવ્યમાં પણ અનાદિ પરિણામ છે. આથી અહીં રૂપી દ્રવ્યોમાં આદિમાન પરિણામનું કથન વ્યક્તિની અપેક્ષાએ છે.
જે આપણે જરા સૂકમદષ્ટિથી વિચારીશું તે જણાશે કે, જેમ રૂપી દ્રમાં પ્રવાહની અપેક્ષાએ અનાદિ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org