________________
૩૨૨
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર પ્રસંગને અનુસરીને આમ પ્રતિપાદન કર્યું હશે. અથવા રૂપિદ્રવ્યમાં સાદિ પરિણામની પ્રધાનતા અને અરૂપીદ્રવ્યમાં અનાદિ પરિણામની પ્રધાનતા લક્ષ્યમાં રાખીને ઉપરોક્ત ઉલ્લેખ કર્યો હશે એમ સંભવે છે. અથવા અનાદિ-આદિને કઈ જુદે જ અર્થ હેય એ પણ સંભવિત છે. આ વિષયમાં તવ (–સત્ય હકીકત શું છે તે તે સર્વજ્ઞ ભગવંતે ઉપર કે બહુશ્રુતે ઉપર છોડવું એ જ હિતાવહ છે. [૪૩]
જમાં આદિમાન પરિણામ
योगोपयोगी जीवेषु ॥ ५-४४॥ છમાં ચેગ અને ઉપગ એ બે પરિણામે આદિમાન છે.
પુદ્ગલના સંબંધથી આત્મામાં ઉત્પન્ન થતે વીર્યને પરિણામવિશેષ યોગ છે. જ્ઞાન અને દર્શન ઉપગ છે. આ બંને પરિણામે આદિમાન છે. કારણ કે એ પરિણામો ઉત્પન્ન થાય છે, અને નાશ પામે છે. પૂર્વની જેમ અહીં પણ પ્રવાહ અને વ્યક્તિની અપેક્ષાએ અનુક્રમે અનાદિ અને આદિ વિશે વિચારણા કરી લેવી. [૪૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org