________________
પાંચમા અધ્યાય
૩૨૧ વ્યક્તિની અપેક્ષાએ આદિમાન પરિણામ છે. તેમ અરૂપી દ્રવ્યમાં પણ બંને પ્રકારના પરિણામે રહેલા જ છે. દા.ત. ગતિ કરવામાં પ્રવૃત્ત થયેલા પદાર્થને ધર્માસ્તિકાય સહાયતા કરે છે. વિવક્ષિત સમયે કે પદાર્થની ગતિ થઈ તે એ સમયે ધમસ્તિકામાં તે પદાર્થ સંબંધી (-ગતિમાન પદાર્થ સંબંધી ઉપગ્રાહત્વરૂપ પર્યાય ઉત્પન્ન થયે. એ પહેલાં તેમાં તે પદાર્થની (ગતિમાન પદાર્થની અપેક્ષાએ ઉપગ્રાહકત્વ રૂપ પરિણામ ન હતું. હવે જ્યારે તે પદાર્થ સ્થિર બને છે ત્યારે ઉપગ્રાહકત્વ રૂપ પરિણામ નાશ પામે છે. આમ ધર્માસ્તિકાયમાં વિવક્ષિત સમય પહેલાં તે પદાર્થની અપેક્ષાએ અવિદ્યમાન ઉપગ્રાહકત્વ રૂપ પરિણામ વિવક્ષિત સમયે ઉત્પન્ન થયે અને નાશ પામ્ય માટે તે ઉપગ્રાહકત્વ રૂપ પરિણામ આદિમાન થયા. પણ પ્રવાહની અપેક્ષાએ અનાદિકાળથી ઉપગ્રાહકત્વ રૂપ પરિણામ તેમાં રહેલ છે. આ પ્રમાણે સર્વ અરૂપી દ્રવ્ય વિશે પણ બંને પ્રકારના પરિણામ ઘટી શકે છે.
આમ હોવા છતાં, અહીં તત્વાર્થકાર પૂજ્ય શ્રીઉમાસ્વાતિ મહારાજે અરૂપીમાં અનાદિ અને રૂપમાં આદિમાન પરિણામ હોય છે એમ કેમ કહ્યું એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આ પ્રશ્ન અંગે વિચારતાં લાગે છે કે-પૂજ્ય શ્રીઉમાસ્વાતિ મહારાજે આ પ્રતિપાદન બાળજીવોની ભૂલ બુદ્ધિને લક્ષમાં રાખીને કર્યું હશે. બાળજની સ્કૂલ બુદ્ધિમાં પણ આ વિષય ઠસી જાય એ હેતુથી વ્યાવહારિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org