________________
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર
૩૧૦
સહુભાવી છે. દ્રવ્યના સહભાવી (= સદા દ્રવ્યની સાથે રહેનારા) એ ધર્માંને ગુણી કહેવામાં આવે છે. જેમકે-આત્મ દ્રવ્યના ચૈતન્ય ધર્મો, ચૈતન્ય ધમ આત્માની સાથે જ રહે છે. આત્મ દ્રવ્યમાં ચૈતન્ય ન હેાય એવું કદી બનતું નથી. આત્મા અને ચૈતન્ય સૂર્ય-પ્રકાશની જેમ સદા સાથે જ રહે છે. આથી ચૈતન્ય આત્માના ગુણ છે. રૂપ, રસ, ગધ, સ્પર્શી વગેરે પુદ્ગલ દ્રવ્યના ગુણા છે. કારણ કે નિરંતર પુદ્ગલની સાથે જ રહે છે.
આથી એ નિષ્કર્ષ આવ્યો કે જે ધર્મો જે દ્રવ્યના સહભાવી હાય (=સતત સાથે રહેતા હાય) તે ધર્મો તે દ્રવ્યના ગુણા છે.
હવે ખીજા પ્રકારના ધર્મના વિચાર કરીએ. કેટલાક ધર્માં દ્રવ્યમાં સદા રહેતા નથી, કિન્તુ કયારેક હાય, અને કચારેક ન પણ હાય. અર્થાત્ કેટલાક ધર્મો ક્રમભાવી (=ઉત્પન્ન થનારા અને નાશ પામનારા) હેાય છે. ક્રમભાવી (=ઉત્પાદ—વિનાશશીલ) આ ધર્મોને પર્યાય કહેવામાં આવે છે. જેમકે-આત્માના જ્ઞાનાપયેગ અને દનેપયોગ આર્દિ ધર્માં, આત્મામાં જ્યારે જ્ઞાનેપચેગ હેાય છે ત્યારે દનાયેાગ હાતા નથી, અને દનાપયેગ હોય છે ત્યારે જ્ઞાનાપયેાગ હાતા નથી. આમ જ્ઞાનાપયોગ અને દર્શાનાપયેાગ એ એ ધર્મ ક્રમભાવી= નાશ પમનારા અને ઉત્પન્ન થનારા
હાવાથી આત્માના પર્યા છે. આ પ્રમાણે કૃષ્ણ, શ્વેત આદિ વ, તિક્ત આદિ રસ, સુરભિ આદિ ગંધ, કડીન
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org