________________
૩૧૬
શ્રી તવાધિગમ સૂત્ર કાળના નશ્ચયિક અને વ્યાવહારિક એમ બે ભેદે છે. પૂર્વે આ અધ્યાયના ૨૨મા સૂત્રમાં કાળના ઉપકાર રૂપે બતાવેલા વર્તના આદિ પર્યાયે નૈઋયિક કાળ છે. અહીં જણાવેલ સમયથી આરંભી પુ પરાવર્ત સુધીને બધે કાળ વ્યાવહારિક કાળ છે. નશ્ચયિક કાળ લેક અને અલેક બંનેમાં છે. કારણ કે વર્તનાદિ પર્યાયે જેમ લેકમાં છે, તેમ અલકમાં પણ છે. વ્યાવહારિક કાળ માત્ર લેકમાં જ છે. લેકમાં પણ માત્ર અઢીદ્વીપમાં જ છે. કારણ કે વ્યાવહારિક કાળ જ્યોતિગ્દકના પરિભ્રમણથી ઉત્પન્ન થાય છે. - તિષ્પકનું પરિભ્રમણ માત્ર અઢીદ્વિીપમાં જ થાય છે.
અથવા ત્રાજુસૂત્રનયની અપેક્ષાએ વર્તમાન સમયરૂપ કાળ નિશ્ચયિક કાળ છે. અને ભૂત-ભવિષ્ય વ્યાવહારિક કાળ છે. કારણ કે જુસૂત્ર વર્તમાન અવસ્થાને જ તારિક માને છે. એટલે અજુસૂત્રનયની અપેક્ષાએ વર્તમાન સમય વિદ્યમાન હોવાથી નૈઋયિક-મુખ્ય (તાત્વિક) કાળ છે. જ્યારે ભૂતકાળ નષ્ટ હેવાથી અને ભવિષ્યકાળ હજુ ઉત્પન્ન થયે ન હોવાથી વ્યાવહારિક-ગૌણ (અતાવિક) કાળ છે.
સૂક્ષ્મદષ્ટિથી વિચારણા કરવામાં આવે તે કાળ એ દ્રવ્ય નથી, કિન્તુ દ્રવ્યના વર્તનાદિ પર્યાય સ્વરૂપ છે. જીવાદિ દ્રવ્યમાં થતા વર્તાનાદિ પર્યામાં કાળ ઉપકારક હોવાથી એને પર્યાય અને પર્યાવીના અભેદની વિવક્ષાથી ઔપચારિક (ઉપચારથી) દ્રવ્ય કહેવામાં આવે છે.
પ્રશ્ન-પર્યાય અને પર્યાવીના (દ્રવ્યના) અભેદની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org