________________
૩૧૨
શ્રી તત્વાર્થાધિગમ સત્ર પર્યાય હાય. આત્મામાં ચૈતન્ય, વેદના (=સુખ-દુઃખને અનુભવ), ચારિત્ર વગેરે ગુણેની અપેક્ષાએ એક જ સમયમાં અનંતા પર્યાયો છે. પણ જે ચૈતન્ય આદિ કોઈ એક ગુણની અપેક્ષાએ વિચારવામાં આવે તે એક સમયે જ્ઞાનેપચોગ કે દર્શનેપયોગ એ બેમાંથી કોઈ એક પર્યાય હોય છે. એ પ્રમાણે કોઈ એક પુદ્ગલ દ્રવ્યમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે ભિન્ન ભિન્ન ગુણની અપેક્ષાએ એક સમયે અનંતા પર્યાચો રહેલા છે, પણ રૂપ આદિ કેઈ એક ગુણની અપેક્ષાએ વેત, કૃષ્ણ, નીલ, પીત આદિ પર્યાયોમાંથી (વ્યવહાર નયથી ) કેઈએક જ પર્યાય હોય છે. હા, ત્રિકાળની (=ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રણ કાળની) અપેક્ષાએ વિચારવામાં આવે તે એક જ ગુણની અપેક્ષાએ પણ અનંતા પર્યાયો થાય છે. જેમ કે–આત્માના ચિતન્ય ગુણની અપેક્ષાએ આત્મામાં એક સમયે જ્ઞાનપયોગ બીજા સમયે દર્શનેપયોગ ત્રીના સમયે પુનઃ જ્ઞાનોપયોગ ચેથા સમયે પુનઃ દશનેપયોગ એમ ઉપયોગને પ્રવાહ ચાલતું હોવાથી ત્રિકાળની અપેક્ષાએ ચૈતન્ય ગુણના અનંતા પર્યાયો થાય છે. એ પ્રમાણે પુદ્ગલ દ્રવ્યમાં રૂ૫ ગુણની અપેક્ષાએ ત્રિકાળમાં વેત, કૃષ્ણ, નીલ આદિ અનંતા પર્યાયો થાય છે.
એક જ સમયે એક દ્રવ્યમાં પર્યાયોની અનંતતા અનંત ગુણેને આભારી છે. પ્રત્યેક દ્રવ્યમાં સદા અનંતા ગુણે રહેલા છે. આથી પ્રત્યેક દ્રવ્યમાં પ્રત્યેક સમયે પર્યાયો પણ અનંતા હોય છે. પ્રત્યેક દ્રવ્યમાં સદા અનંતા ગુણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org