________________
૩૦૧
શ્રી તત્ત્વાર્થાધિગમ સત્ર અપેક્ષાએ અસદશ છે. રક્ષગુણવાળે પુદ્ગલ સ્નિગ્ધગુણ પુદ્ગલની અપેક્ષાએ અસદશ છે.
ગુણસામ્ય એટલે ગુણની તરતમાતાને અભાવ. જેમ ૧૦ હજારની મૂડીવાળી બધી વ્યક્તિઓમાં મૂડીની સંખ્યાની કે દૃષ્ટિએ સમાનતા છે. લાખની મૂડીવાળી બધી વ્યક્તિઓમાં મૂડીની સંખ્યાની દષ્ટિએ સમાનતા છે. તેમ સરખા ગુણવાળા બધા પુદ્ગલેમાં ગુણની દષ્ટિએ સમાનતા છે. જેટલા પુદ્ગલમાં એકગુણ [ સ્નિગ્ધ કે રૂક્ષ] સ્પર્શ હોય તે બધા પુદ્ગલેમાં ગુણસામ્ય છે. સ્પર્શના ગુણની [ભાગની ] દૃષ્ટિએ એ બધા સમાન છે. જે પુદ્ગલોમાં દ્વિગુણ સ્પર્શ હિોય તે બધા પરસ્પર સમાન છે.
પણ એકગુણ પુદ્ગલ અને દ્વિગુણ પુદ્ગલમાં પરસ્પર ગુણસામ્યને અભાવ છે, પછી ભલે તે બંનેમાં સ્નિગ્ધ
સ્પર્શ હોય. તે બંનેમાં [એકગુણ અને દ્વિગુણ પુદ્ગલમાં સ્નિગ્ધ સ્પર્શ હોય તે તે સદશ કહેવાય, પણ સમાન ન કહેવાય. તેમ એક ગુણ રૂક્ષ અને એક ગુણ સ્નિગ્ધ પુદ્ગલ પરસ્પર સદશ ન કહેવાય, પણ સમાન કહેવાય.
આ સૂત્રમાં પુદ્ગલે સદશ હેય, અને ગુણસમાન પણ હોય, એટલે કે તેમનામાં ગુણસામ્ય પણ હોય, તે તેમને પરસ્પર બંધ થતું નથી, એ જણાવવામાં આવ્યું છે. કણ કણ સદશ છે, કણ કણ ગુણસમાન છે, કેને કેને પરસ્પર બંધ ન થાય તે નીચેના કેષ્ટકથી અરેબર સમજાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org