________________
પાંચમો અધ્યાય
૧૯૩ ભિન્ન હોય તે] સ્વરૂપ ભિન્નતાની બુદ્ધિ કરાવે છે. દરેક જીવનું જીવત્વ એ સામાન્ય સ્વરૂપ છે. આથી આપણે જ્યારે જી તરફ જીવત્વ રૂપ સામાન્યથી જોઈએ છીએ ત્યારે આ જીવ છે, આ ય જીવ છે. તે ય જીવ છે એમ દરેક જીવમાં જીવરૂપે એક્ય બુદ્ધિ થાય છે. સઘળા જી જીવરૂપે એક ભાસે છે. જેમાં મનુષ્યપણું, ગાયપણું દેવપણું વગેરે વિશેષ સ્વરૂપ છે. આથી જ્યારે આપણે આ મનુષ્ય છે, આ ગાય છે, આ દેવ છે એમ વિશેષ રૂપે જોઈએ છીએ ત્યારે મનુષ્ય, ગાય, દેવ વગેરે રૂપે ભિન્ન ભિન્ન ભાસે છે. . વાંચકે! અહીં જરા સાવધાન રહેજે. સ્યાદ્વાદના સિદ્ધાંતમાં એક જ વસ્તુ નિત્ય પણ છે, અને અનિત્ય પણ છે, એટલે વસ્તુનું કેઈ ચકકસ સ્વરૂપ ન હોવાથી સ્યાદ્વાદ એ સંશયવાદ છે એમ રખે માની લેતા! સ્યાદ્વાદને સંશયવાદ કહેનારા સ્યાદ્વાદના વાસ્તવિક સ્વરૂપને સમજ્યા જ નથી. સંશયમાં કેઈ ધર્મને નિયમ હેતે નથી. જ્યારે સ્યાદ્વાદમાં તેમ નથી. દા. ત. રસ્તામાં જતાં ચળકતે એક રજત [ કલઈને ટૂકડો દેખી તમને સંશય થયે કે આ ટુકડે રજત છે કે ચાંદી છે? અહીં ચાંદી કે રજત એ એમાંથી એકેયને નિર્ણય નથી. જ્યારે સ્યાદ્વાદમાં દરેક ધર્મના અસ્તિત્વને નિર્ણય હોય છે. વસ્તુ અપેક્ષાએ નિત્ય જ છે, અપેક્ષાએ અનિત્ય જ છે. પણ વસ્તુ અપેક્ષાએ નિત્ય છે કે અનિત્ય છે એ સંશય રહેતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org