________________
૨૯૨
શ્રી તત્ત્વાર્થાધિંગમ સૂત્ર તે જ પ્રમાણે પ્રસ્તુતમાં નિત્યસ્વ-અનિત્યત્વ વગેરે ધર્મોની પણ ઘટના થઈ શકે છે.
આપણે પૂર્વ સૂત્રમાં જોઈ ગયા છીએ કે દરેક વસ્તુમાં બે અંશ અવશ્ય હોય છે. (૧) દ્રવ્ય અંશ અને (૨) પર્યાય અંશ. તેમાં દ્રવ્યાર્થિક નય દ્રવ્ય અંશ તરફ અને પર્યાયાર્થિક નય પર્યાય અંશ તરફ દષ્ટિ કરે છે. દ્રવ્ય અંશ સ્થિર-નિત્ય છે, અને પર્યાય અંશ અસ્થિર–અનિત્ય છે. આથી દરેક વસ્તુ દ્રવ્યાર્થિક નયની દૃષ્ટિથી જોવામાં આવે તે નિત્ય દેખાય છે, અને પર્યાયાર્થિક નયની દષ્ટિથી જેવામાં આવે તો અનિત્ય દેખાય છે. " એ પ્રમાણે એક જ વસ્તુ સત્ પણ છે અને અસત પણ છે. દરેક વસ્તુ સ્વરૂપે (પિતાના રૂપે] સત્ (-વિદ્યમાન) હોય છે, અને પર રૂપે [બીજાના રૂપે ] અસત્ (અવિઘમાન) હોય છે. દા. ત. ઘટ સ્વરૂપે-ઘટ રૂપે સત્ છે, પણુ પર રૂપે–પેટે રૂપે અસત્ છે. જે ઘટ પટ રૂપે પણ સત હોય તે તેને પટ પણ કહેવું જોઈએ. અને પટનાં સઘળાં કાર્યો ઘટથી થવા જોઈએ. પણ તેમ બનતું નથી. આપણે બોલીએ પણ છીએ કે આ ઘટ છે, પણ પટ નથી. આથી ઘટ પટ રૂપે અસત્ છે. એ પ્રમાણે જીવે એકસમાન પણ છે, અનેક–ભિન્ન પણ છે. કારણ કે દરેક વસ્તુ સામાન્ય અને વિશેષ એમ ઉભય સ્વરૂપે હોય છે. સામાન્ય [ =વિવક્ષિત દરેક વસ્તુમાં હોય તે] સ્વરૂપ એજ્યની બુદ્ધિ કરાવે છે અને વિશેષ [ =વિવક્ષિત દરેક વસ્તુમાં ભિન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org