________________
સપ્તભંગી
સ્યાદ્વાદની દષ્ટિએ વસ્તુને બરાબર ઓળખાવવી હોય તે સાત વાક્યોથી ઓળખાવી શકાય છે. કેઈ પ્રશ્ન કરે કે આત્મા કે છે? નિત્ય છે કે અનિત્ય ? આના જવાબમાં “આત્મા નિત્ય છે એમ કહેવામાં આવે તે આ ઉત્તર અધુરે હેવાથી યથાર્થ નથી. કારણકે આત્મા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. દરેક વસ્તુમાં અનેક ધર્મો રહેલા હોય છે. એટલે આપણે વસ્તુને ઓળખાવવામાં ખ્યાલ રાખવું જોઈએ કે-જે ધર્મને આગળ કરીને વસ્તુને એળખાવીએ છીએ તે સિવાયના ધર્મને સર્વથા નિષેધ ન થવું જોઈએ. અહીં આત્મા નિત્ય છે એમ કહેવામાં આત્મામાં અનિત્યતા ધર્મને નિષેધ થાય છે. આનાથી સમજનાર સમજે છે કે આત્મા નિત્ય છે, અનિત્ય નથી. આથી “આત્મા નિત્ય છે.” એવું વાક્ય અપૂર્ણ હોવાથી અયથાર્થ છે. એટલે અપેક્ષાએ આત્મા નિત્ય છે એમ કહેવામાં આવે તે “અપેક્ષા” શબ્દ આવવાથી અનિત્યતાને નિષેધ થતું નથી. અપેક્ષાએ આત્મા નિત્ય છે એમ બેધ થતાની સાથે જ મનમાં પ્રશ્ન થાય છે કે આત્મા અપેક્ષાએ નિત્ય છે તે અપેક્ષાએ અનિત્ય પણ હવે જોઈએ. આ પ્રશ્નના સમાધાન માટે બીજું વાક્ય કહેવું પડે છે કે૮૮ આત્મા અપેક્ષાએ અનિત્ય” છે. હજી આ બન્નેને વાક્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org