________________
પાંચમો અધ્યાય
૨૯૮:
તે જ પ્રમાણે રૂક્ષ સ્પર્શવાળા પુદ્ગલે માટે પણ જાણવું અહીં બંધ પ્રકરણમાં પુદ્ગલ શબ્દથી પરમાણુ અને અંધ: એ બંને સમજવા. [૩૨]
[અહીં કોઈ પણ પ્રકારના પુદ્ગલેને કેઈ પણ. પ્રકારના પુદ્ગલે સાથે બંધ થાય છે એમ જણાવ્યું. હવે. આમાં અપવાદે બતાવે છે.]
બંધના વિષયમાં પ્રથમ અપવાદ
જ વન્ય નામ છે ૧-૨ ૨ || જઘન્ય ગુણવાળા પુદ્ગલેને પરસ્પર બંધ. થતું નથી.
કઈ પુદ્ગલેમાં રૂક્ષ સ્પર્શ તે કોઈ પુદ્ગલમાં સ્નિગ્ધ સ્પર્શ હોય છે. હવે જે જે પુદ્ગલેમાં જે જે સિનગ્ધ કે રૂક્ષ ગુણ હોય તે તે સઘળા પુદ્ગલે તે તે. ગુણથી સમાન જ હોય એ નિયમ નથી, ન્યૂનાધિક પણુ. હોય છે. જેમ કે-પાણી, બકરીનું દૂધ, ભેંસનું દૂધ-આ દરેકમાં સિનગ્ધ ગુણ હોવા છતાં દરેકમાં સમાન નથી. પાણીથી બકરીના દૂધમાં સિનગ્ધતા વધારે હોય છે. તેનાથી ભેંસના દૂધમાં સ્નિગ્ધતા વધારે હોય છે. તેમ ધૂળ, ધાન્યનાં ફેતરાં અને રેતી એ ત્રણેમાં રૂક્ષતા ઉત્તરોત્તર : વધારે છે. એ જ પ્રમાણે સર્વ પુદ્ગલેમાં નિગ્ધતા અને. રૂક્ષતા ગુણ વધારે છે પણ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org