________________
૧૦૮
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર કેમે કેધ આદિ મેહનીય કર્મના ઉદયથી થાય છે. (૩) લિંગ એટલે વેદ. વેદ એટલે મૈથુનની ઈચ્છા-કામવાસના, પુરુષ, નપુંસક અને સ્ત્રી એ ત્રણ લિંગ–વેદ છે. તે તે વેદકમના ઉદયથી તે તે લિંગ-વેદ પ્રગટ થાય છે. (૪) દર્શનમેહનીયના ઉદયથી મિથ્યાત્વ ભાવ થાય છે. (૫) જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી અજ્ઞાન ભાવ થાય છે. (૬) ચારિત્રમેહનીયના ઉદયથી અવિરતિ ભાવ થાય છે. (૭) સામાન્યથી કર્મોના ઉદયથી અસિવ–અસિદ્ધપણું થાય છે. (૮) વેગથી લેશ્યા ઉત્પન્ન થાય છે. કષાયથી તેમાં તીવ્રતા –મંદતા આવે છે. તીવ્રતા-મંદતા આદિના આધારે કૃષ્ણ, નીલ, કાપત, તેજસ, પદ્મ, શુકલ એ છ લેશ્યા-આત્મપરિણામ થાય છે. પ્રથમની ત્રણ લેશ્યા અશુભ છે. પછીની ત્રણ લેશ્યા શુભ છે. અશુભ લેશ્યાઓમાં ઉત્તરોત્તર અ૫ અલ્પ અશુભ છે. શુભ લેશ્યાઓમાં ઉત્તરોત્તર અધિક અધિક શુભ છે.
અહીં ઔદયિક ભાવના ૨૧ ભેદ બતાવ્યા છે તે ઉપલક્ષણ છે. આથી અન્ય પણ અદર્શન, નિદ્રા, સુખ, દુઃખ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક, જુગુપ્સા, આયુષ્ય, ગ, જાતિ વગેરે ઔદયિક ભાવે પણ સમજી લેવા. [૬]
પારિણામિક ભાવના ભેદે जीव-भव्या-भव्यत्वादीनि च ॥२-७॥
જીવત્વ, ભવ્યત્વ, અભવ્ય વગેરે પારિણુમિક ભાવના ભેદે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org