________________
૧૬૪
શ્રી તવાથધિગમ સૂત્ર. શર્કરપ્રભા પૃથ્વી, ઘને દધિ, ઘનવાત, તનુવાત અને આકાશ છે. એ પ્રમાણે સાતમી પૃથ્વી સુધી આ જ ક્રમ છે. સર્વત્ર આકાશને કોઈ આધાર નથી. કારણ કે આકાશ સ્વપ્રતિષ્ઠિત છે અને અન્યને આધાર રૂપ પણ છે.
ઘનેદધિ વગેરે વલયના–બંગડીના આકારે આવેલા હોવાથી તેમને વલય કહેવામાં આવે છે. ઘનેદધિ વલય, ઘનવાત વલય અને તનુવાત વલય.
આપણે રત્નપ્રભા પૃથ્વી ઉપર છીએ. રત્નપ્રભા પૃથ્વીમાં મનુષ્ય, તિર્ય, ભવનપતિ-વ્યંતરદેવે તથા નારકો એમ ચારે ય પ્રકારના જીવે છે. રત્નપ્રભા પૃથ્વી ૧૮૦૦૦૦ એજન જાડી છે. તેના ત્રણ વિભાગ છે. ખરભાગ, પંકબહુલભાગ અને જલબહુલભાગ. ઉપરથી નીચે વિચારીએ તે પ્રથમ ખરભાગ છે. બાદ ક્રમશઃ પંકજહુલ અને જલબહુલ ભાગ છે. ખરભાગ ૧૬૦૦૦ જન જાડે છે. પંકબહુલભાગ ૮૪૦૦૦ એજન જાડે છે. જલબહુલભાગ ૮૦૦૦૦ એજન જાડો છે. ખરભાગના સૌથી ઉપરના ભાગમાં મનુષ્ય તથા તિર્યચે રહે છે. ઉપર અને નીચે એક એક હજાર એજન છેડીને મધ્યના ૧૪૦૦૦ એજનમાં અસુરકુમાર સિવાયના ભવનપતિ દેના અને રાક્ષસ સિવાયના વ્યંતર દેવના નિવાસે છે. પંકબહુલ ભાગમાં અસુર અને રાક્ષસ દેના નિવાસે છે. જલ–બહુલ ભાગમાં નારકાવાસે છે.
શર્કરા પ્રભા પૃથ્વીની જાડાઈ ૧૩૨૦૦૦ એજન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org