________________
૧૬૩
ત્રીજો અધ્યાય
એક એકની નીચે આવેલી છે, અને ક્રમશઃ વધારે વધારે પહેળી છે.
પ્રથમ રત્નપ્રભા પૃથ્વી એક રાજ (સ્વયંભૂરમણ સમુદ્ર સુધી) પહેલી છે. બીજી પૃથ્વી અઢી રાજ પહોળી છે. ત્રીજી પૃથ્વી ચાર રાજ પહોળી છે. જેથી પૃથ્વી પાંચ રાજ પહેલી છે. પાંચમી પૃથ્વી છે રાજ પહોળી છે. છઠ્ઠી પૃથ્વી સાડા છ રાજ પહેલી છે. સાતમી પૃથ્વી સાત રાજ પહેલી છે. આ પ્રમાણે પૃથ્વીઓ નીચે નીચે વધારે પહોળી હોવાથી છત્રની ઉપર છત્રના જે તેમને આકાર છે.
પ્રત્યેક પૃથ્વી ઘનાંબુ, ઘનવાત, તનુવાત અને આકાશને આધારે રહેલી છે. ઘનાંબુ એટલે ઘન પાણું. ઘનવાત એટલે ઘનવાયુ. તનુવાત એટલે પાતળ વાયુ. ઘનાબુને ઘનેદધિ પણ કહેવામાં આવે છે.
સર્વપ્રથમ આકાશ છે. બાદ આકાશના આધારે તનુવાત રહેલ છે. બાદ તનુવાતના આધારે ઘનવાત રહેલ છે. બાદ ઘનવાતના આધારે ઘનાંબુઘનેદધિ રહેલ છે. બાદ ઘોદધિના આધારે તમ તમ પ્રભા પૃથ્વી રહેલી છે. બાદ પુનઃ ક્રમશઃ આકાશ, તનુવાત, ઘનવાત, ઘનેદધિ અને તમ પ્રભા પૃથ્વી છે. એ પ્રમાણે સાતમી પૃથ્વી સુધી આ જ ક્રમ છે. આ વિચારણું નીચેથી ઉપરની અપેક્ષાએ છે. પણ જે ઉપરથી નીચેની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે, સર્વ પ્રથમ રત્નપ્રભા પૃથ્વી છે. બાદ ઘનોદધિ છે. બાદ ઘનવાત છે. આદ તનુવાત છે. અંતે આકાશ છે. ત્યારપછી પુનઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org