________________
૨૬૪ •
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર અને બાહ્ય કારણ થી ચાલે છે. આ કારણે પૌગલિક હેવાથી જીવિત (જીવન) પુદ્ગલને ઉપકાર છે.
(૪) મરણ—મરણ એટલે વર્તમાન જીવનનો અંત. મરણ આયુષ્યકર્મને ક્ષય, વિષભક્ષણ આદિ આત્યંતરબાહ્ય પુદ્ગલની સહાયતાથી થાય છે, માટે પુદ્ગલને ઉપકાર (-કાર્ય) છે.
પ્રશ્ન –શરીર આદિ પુદ્ગલને ઉપકાર છે, અને સુખ આદિ પણ પુદ્ગલને ઉપકાર છે. તે અહીં એ બંને માટે એક સૂત્ર ન રચતાં અલગ અલગ બે સૂત્રની રચના કેમ કરી? ઉત્તર-શરીર આદિ પુદ્ગલને ઉપકાર છે, એટલે કે પુદ્ગલનું કાર્ય છે, એને અર્થ એ થયો કે શરીર આદિ કાર્યમાં પુદ્ગલ કારણ છે. કારણુ બે પ્રકારનાં હોય છે–ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. અહીં શરીર આદિમાં પુદ્ગલે પરિણામિ=ઉપાદાન કારણ છે, અને સુખ આદિમાં નિમિત્ત કારણ છે. પરિણામી કારણ તે કહેવાય કે જે કારણ પિતે જ કાર્ય રૂપ બની જાય. નિમિત્ત કારણ તે કહેવાય કે જે કારણ સ્વતંત્ર રૂપે અલગ રહી કાર્યમાં સહાય કરે. પ્રસ્તુતમાં આપણે વિચારશું તે જણાશે કે શરીર આદિ કાર્યમાં પુદ્ગલે પિોતે જ શરીર આદિ રૂપે બની જાય છે. જ્યારે સુખ આદિ કાર્યમાં પુદ્ગલે સુખ આદિ રૂપે નથી બનતા, કિન્તુ સુખ આદિ ઉત્પન્ન થવામાં માત્ર સહાય કરે છે. જેમકે–ઘટ રૂપ કાર્યમાં માટી અને દંડ બંને કારણ છે. પણ માટી પિતે જ ઘટ રૂપે બની જવાથી ઉપાદાન કારણ છે, અને દંડ સ્વતંત્ર રૂપે અલગ રહી ઘટની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org