________________
પાંચમે અધ્યાય
- ૨૬૫ ઉત્પત્તિમાં સહાયતા કરે છે માટે નિમિત્ત કારણ છે. હવે બીજી રીતે વિચારીએ. ઘટ એ માટીને ઉપકાર છે-કાર્ય છે. અને રેગની શાંતિ એ પણ માટીને ઉપકાર છે–કાર્ય છે. પણ ઘડાના ઉપકારમાં માટી પિતે જ ઘડા રૂપે બની જાય છે. જ્યારે રેગની શાંતિમાં માટી માટી રૂપે રહીને ઉપકાર કરે છે. તેમ પ્રસ્તુત શરીર આદિ કાર્ય પ્રત્યે પુદ્ગલ ઉપાદાન [પરિણામી ! કારણ છે. અને સુખ આદિ પ્રત્યે પુદ્ગલ નિમિત્ત કારણ છે. આ ભેદનું સૂચન કરવા અલગ એ સૂત્રની રચના કરવામાં આવી છેઆથી જ શરીરવા-મ7 - ITIના પુજાના એ સૂત્રમાં શરીર આદિ શબ્દોને પ્રાગ પ્રથમા વિભક્તિમાં કરવામાં આવ્યો છે તથા સુર-
સુવિમળોપમા એ સૂત્રમાં સુખ વગેરે શબ્દ સાથે ઉપગ્રહ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. [૨૦]
છાને પરસ્પર ઉપકારपरस्परोपग्रहो जीवानाम् ॥५-२१॥ પરસ્પર સહાય કરવી એ જીવને ઉપકાર છે.
જીવનું લક્ષણ ઉપયોગ ઢક્ષણ એ સૂત્રમાં કહી દીધું છે. અહીં એના પરસ્પર ઉપકારનું કથન છે. જે સ્વામી-સેવક, ગુરુ-શિષ્ય, શત્રુતા આદિ ભાવે દ્વારા પરસ્પર એકબીજાના કાર્યમાં નિમિત્ત બનીને પરસ્પર ઉપકાર કરે છે. ગુરુ હિતેપદેશ અને સદનુષ્ઠાનના આચરણ દ્વારા શિષ્ય ઉપર ઉપકાર કરે છે. શિષ્ય ગુરુને અનુકૂલ પ્રવૃત્તિ દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org