________________
પાંચમે અધ્યાય
ર૭૧ તેથી તેને પડઘો પડે છે. (૪) વાયુ વડે તૃણની જેમ દૂર દૂર ઘસડાય છે. (૫) પ્રદીપના પ્રકાશની જેમ ચારે તરફ ફેલાય છે. (૬) એક શબ્દ બીજા શબ્દને અભિભવ કરી શકે છે. અર્થાત્ મોટા શબ્દથી નાના શબ્દને અભિભવ થઈ જાય છે. આથી જ દૂરથી મેટો અવાજ કાને અથડાતે હોય તે નજીકના શબ્દો પણ સંભળાતા નથી. (૭) પહેલા દેવલોકમાં સૌધર્મસભામાં રહેલી સુષા ઘંટા વાગતાં તેવા પ્રકારની વિશિષ્ટ રચનાથી સર્વ વિમાનમાં રહેલી ઘંટાઓ વાગવા માંડે છે. જે શબ્દ પુદ્ગલ ન હોય તે આ પ્રમાણે બની શકે નહિ. આમ અનેક રીતે શબ્દ પુદગલ છે એ સિદ્ધ થાય છે. ' શબ્દની ઉત્પત્તિ વિસ્રસાથી (સ્વાભાવિક રીતે) અને પ્રયોગથી બે રીતે થાય છે. વાદળ, વીજળી વગેરેને અવાજ કેઈ પણ જાતના જીવના પ્રગ વિના સ્વાભાવિક રીતે (વિસસાથી) ઉત્પન્ન થાય છે. પ્રાયેગિક શબ્દના (–પ્રયોગથી ઉત્પન્ન થતા શબ્દના) છ ભેદ છે. તત, વિતત, ઘન, શુષિર, સંઘર્ષ અને ભાષા.
(૧) તત –હાથના પ્રતિઘાતથી ઉત્પન્ન થતા ઢેલ વગેરેના શબ્દ.
(૨) વિતત –તારની સહાયથી ઉત્પન્ન થતા વીણા વગેરેના શબ્દો.
(૩) ઘન –કસી વગેરે વાજિંત્રના પરસ્પર અથ-ડાવાથી ઉત્પન્ન થતા શબ્દો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org