________________
-૧૭૨
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર - પહેલી–બીજી અને ત્રીજી નરકમાં ઉષ્ણ વેદના હોય છે. જેથી નરકમાં ઘણું નારકને ઉષ્ણુ તથા થોડા નારકેને - શીત વેદના હોય છે. પાંચમી નરકમાં ઘણા નારકેને શીત તથા થડા નારકોને ઉsણે વેદના હોય છે. આથી એથીપાંચમી નરકમાં બંને પ્રકારની વેદના હોય છે. છઠ્ઠી–સાતમી નરકમાં શીત વેદના હોય છે.
સુધાવેદના-નરકના જીવને ભૂખ એટલી બધી હોય કે, જગતમાં રહેલા બધા જ અનાજનું ભક્ષણ કરી જાય, ઘીના અનેક સમુદ્રોને ખલાસ કરી નાખે, દૂધના સમુદ્રો પી જાય, યાવત્ જગતના બધા પુદ્ગલેનું ભક્ષણ કરી જાય, તે પણ તેમની સુધા ન શકે, બલકે અધિક અધિક વૃદ્ધિ પામે. તૃષાવેદના-નારકેને તૃષા પણ સખત હોય છે. જગતના સઘળા સમુદ્રોનું પાન કરી જાય તે પણ તૃષા શાંત ન થાય, સદા હેઠ સુકાયેલા જ રહે, સદા ગળામાં શષ રહ્યા જ કરે. ખજઃ -છૂરીથી શરીરને ખણે તે પણ ન મટે તેવી અતિ તીવ ખણજ નિરંતર રહ્યા કરે છે. પરાધીનતા –સદા પરમાધામીઓને વશ રહેવું પડે છે. જવર –મનુષ્યને અધિકમાં અધિક જેટલે તાવ આવે તેનાથી અનંતગણે જવર નરકના જીવોને હોય છે. દાહ:શરીરમાં સદા દાહ–બળતરા રહ્યા કરે છે. ભય :-અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન હોવાથી આગામી દુઃખને જાણે, તેથી સદા ભયભીત રહે છે. પરમાધામી તથા અન્ય નારકોને પણ ભય રહ્યા કરે છે. શાક-દુઃખ, ભય આદિના કારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org