________________
પાંચમે અધ્યાય
૨પ૭
અનુક્રમે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું કાર્ય છે. જેમ માછલીમાં ચાલવાની અને સ્થિર રહેવાની શક્તિ હોવા છતાં તેને ચાલવામાં પાણીની અને સ્થિર રહેવામાં બેટ–જમીન આદિ કેઈ અન્ય પદાર્થની સહાયતા જોઈએ છે, ચક્ષુમાં જવાની શક્તિ હોવા છતાં પ્રકાશની અપેક્ષા રહે છે; તેમ જીવ અને પુદ્ગલમાં ગતિ અને સ્થિતિ કરવાની શક્તિ હેવા છતાં ગતિ અને સ્થિતિ કરવામાં તેમને અનુકમે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયની સહાયતા લેવી પડે છે. ધર્માસ્તિકાય વિના ગતિ ન થઈ શકે, અને અધર્માસ્તિકાય વિના સ્થિતિ ન થઈ શકે.
પ્રશ્ન–જીવ અને પુદ્ગલની ગતિ અને સ્થિતિ કેવળ વશક્તિથી થાય છે. તેમાં અન્ય કોઈ કારણ માનવાની જરૂર નથી. આથી જ તૈયાયિક, વૈશેષિક વગેરે દર્શનકારો આ બે દ્રવ્યોને માનતા નથી. ઉત્તર–જે જીવ અને પુદુગલની ગતિ–સ્થિતિ કેવળ સ્વશક્તિથી જ થતી હોય તે અલકાકાશમાં તેમની ગતિ-રિથતિ કેમ થતી નથી? લેકાકાશમાં જ કેમ થાય છે? માટે ગતિ–સ્થિતિમાં સ્વશક્તિ સિવાય અન્ય કેઈ નિમિત્ત કારણ હોવું જ જોઈએ. બીજું, સ્વશક્તિ એ અંતરંગ કારણ છે. કેવળ અંતરંગ કારણથી કાર્ય ન થાય. અંતરંગ અને બાહ્ય એ બંને કારણે મળે તે જ કાર્ય થાય. જેમ પક્ષીમાં ઊડવાની શક્તિ છે, પણ પાંખે કે હવા ન હોય તે તે ન ઊડી શકે, તેમ જીવ અને પુદ્ગલમાં ગતિ–સ્થિતિ કરવાની શક્તિ હોવા છતાં જે બાહ્ય કારણ ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય ન હોય તે ગતિ–સ્થિતિ
Jain Education Internacional
For Private & Personal Use Only
www.jainelibrary.org