________________
૨૫૬
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર –વિકાસ જીવને થાય છે. કાર્પણ શરીર અનંતાનંત પુદુગલના સમૂહ રૂપ છે. તેનું અવગાહનાક્ષેત્ર ઓછામાં ઓછું અંગુલને અસંખ્યાતમો ભાગ હોવાથી જીવનું પણ ઓછામાં ઓછું અવગાહનાક્ષેત્ર અંગુલને અસંખ્યાતમે ભાગ છે.
પ્રશ્ન –સિદ્ધના ની અવગાહના પૂર્વના શરીર- * પ્રમાણ ન થતાં પૂર્વના શરીરથી બે તૃતીયાંશ [૩] ભાગ કેમ રહે છે? ઉત્તર–શરીરને ત્રીજો ભાગ શુષિરવાળો - પિલાણવાળે હોય છે. ગનિષેધકાળે એ શુષિર પુરાઈ જવાથી જીવના ત્રીજા ભાગને સંકેચ થઈ જાય છે એથી સિદ્ધ અવસ્થામાં જીવની અવગાહના પૂર્વ શરીરથી ડું ભાગ રહે છે. [૧૬]
ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયનું લક્ષણ – गति-स्थित्ययुग्रहौ धर्माऽधर्मयोरुपकारः ॥५- ७॥
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનો અનુક્રમે ગતિ-ઉપગ્રહ અને સ્થિતિ-ઉપગ્રહ ઉપકારકાર્ય છે.
અહીં ઉપગ્રહને અર્થ નિમિત્તકારણ છે. ઉપકારને અર્થ કાર્ય છે. જીવ અને પુગલેને ગતિ અને સ્થિતિ કરવાને સ્વભાવ છે. જીવ અને પુદ્ગલે જ્યારે ગતિ કરે. છે ત્યારે ધર્માસ્તિકાય ગતિમાં સહાય કરે છે, અને સ્થિતિ કરે છે ત્યારે અધર્માસ્તિકાય સ્થિતિમાં સહાય કરે છે. જીવ–પુદ્ગલની ગતિ-સ્થિતિમાં રાહાયતા કરવી એ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org