________________
ચેાથે અધ્યાય
(૧) ઇદ્રા-સર્વ દેવોના અધિપતિ-રાજા. (૨) સામાનિકા-ઈન્દ્ર સમાન અદ્ધિવાળા તથા પિતા, ઉપાધ્યાય, વગેરે સમાન ઈન્દ્રને પણ આદરણય અને પૂજનીય. (૩) ત્રાયસ્ટિશ-ઈન્દ્રને સલાહ આપનાર મંત્રી કે શાંતિકપૌષ્ટિક કર્મ દ્વારા પ્રસન્ન રાખનાર પુરે હિત સમાન. આ દેવો ભેગમાં બહુ આસક્ત રહેતા હોવાથી દેગુંદક પણ કહેવાય છે. (૪) પારિષાધ:-ઈન્દ્રની સભાના સભ્ય. તેઓ ઈદ્રિના મિત્ર હોય છે. અવસરે અવસરે ઇંદ્રને વિનેદ આદિ દ્વારા આનંદ પમાડે છે. (૫) આત્મરક્ષા-ઇંદ્રની રક્ષા માટે કવચ ધારણ કરી શસ્ત્ર સહિત ઈન્દ્રની પાછળ ઉભા રહેનાર દેવ. યદ્યપિ ઈદ્રને કઈ પ્રકારને ભય હોતું નથી, તે પણ ઇંદ્રવિભૂતિ બતાવવા તથા અન્ય દેવો ઉપર પ્રભાવ પાડવા માટે આત્મરક્ષક દેવ હોય છે. (૬) લોકપાલ – પોલિસ કે ચેયિાત સમાન. (૭) અનીક–લશ્કર તથા સેનાધિપતિ. (૮) પ્રકીર્ણકા-શહેર કે ગામમાં રહેનાર ચાલુ પ્રજા સમાન. (૯) આભિગ્ય –નેકર સમાન. તેમને વિમાનવહન આદિ કાર્યો ફરજીયાત કરવા પડે છે. (૧૦) કિલિબષક-અંત્યજ સમાન હલકાં દેવો. યદ્યપિ
અહીંની જેમ દેવલેકમાં હલકા કાર્યો કરવા પડતા નથી, કિન્તુ તેમની ગણતરી હલકા દેવોની કોટિમાં થાય છે. અન્ય દેવો તેમને હલકી દષ્ટિથી જુએ છે. [૪] વ્યંતર-જોતિષી દેવોમાં ત્રાયશ્ચિાંશ અને
લોકપાલનો અભાવ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org