________________
૨૧૨
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર મુખ્ય અને ઔપચારિક નિશ્ચય અને વ્યવહારકાળ] એમ કાળ બે પ્રકારે છે. મુખ્યકાળ અનંતસમયાત્મક છે. તેનું લક્ષણ પાંચમા અધ્યાયના ૩૯ મા સૂત્રમાં કહેશે. આ કાળ એક સ્વરૂપ છે–ભેદરહિત છે. ભેદરહિત આ મુખ્યકાળના તિષ્ક વિમાનની ગતિથી દિવસ-રાત્રિ વગેરે ભેદ થાય છે. અમુક નિયત સ્થાનથી સૂર્યની ગતિના પ્રારંભ સૂર્યોદય કહેવામાં આવે છે. તથા અમુક નિયત સ્થાને સૂર્ય પહોંચતાં સૂર્યાસ્ત કહેવામાં આવે છે. સૂર્યોદયથી પ્રારંભી સૂર્યાસ્ત સુધીને કાળ તે દિવસ. સૂર્યાસ્તથી સૂર્યોદય સુધીને કાળ તે રાત્રિ. ૧૫ રાત્રિ-દિવસને એક પક્ષ. શુકલ અને કૃષ્ણ રૂપ બે પક્ષને એક માસ. બે માસની એક હતુ. ત્રણ ઋતુનું એક અયન. બે અયનને એક સંવત્સર–વર્ષ. પાંચ વર્ષને એક યુગ, રાશી લાખ વર્ષનું એક પૂર્વાગ, પૂર્વાગને પૂર્વાગે ગુણતાં [૮૪ લાખને ૮૪ લાખે ગુણતા] એક પૂર્વકાળ થાય છે. આ સઘળે કાળ તિષ્કની ગતિની અપેક્ષા છે. આ સઘળે કાળ સ્થૂલ છે. સમય વગેરે સૂમકાળ છે. જ્યોતિષ્કની ગતિથી સ્થૂલ કાળની જ ગણતરી થાય છે, સમય આદિ સૂમકાળની નહિ. પરમાણુને એક આકાશ પ્રદેશથી અનંતર બીજા આકાશ પ્રદેશમાં જતાં જેટલે કાળ થાય તે એક સમય. આ કાળ અત્યંત સૂક્ષમ છે. કેવળી પણ આ કાળને ભેદ ન કરી શકે, અને નિર્દેશ પણ ન કરી શકે. આવા અસંખ્ય સમયેની એક આવલિકા. સંખ્યાતી આવલિકાને એક ઉચશ્વાસ-
નિવાસ. [બળવાન, ઇદ્ધિથી પૂર્ણ, નીરોગી, મધ્યમ વયવાળા અને સ્વસ્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org