________________
પાંચમે અધ્યાય
૨૫૩.. ત્રણ, યાવત્ અસંખ્યાત પ્રદેશમાં રહે છે. એ પ્રમાણે વિવક્ષિત સમયે અસંખ્ય પ્રદેશોમાં રહેલ સ્કંધ કાળાંતરે એકાદિ પ્રદેશમાં રહે છે. આમ જે સ્કંધ જેટલા પ્રદેશને હોય, તેટલા પ્રદેશમાં કે તેનાથી ઓછા પ્રદેશમાં રહી શકે છે, પણ કદી તેનાથી વધારે પ્રદેશમાં રહેતા નથી. આથી પુગલદ્રવ્યનું અવગાહક્ષેત્ર ઓછામાં ઓછું એક પ્રદેશ અને વધારેમાં વધારે લેકાકાશ જેટલા અસંખ્ય પ્રદેશ છે. ગમે તેવા મહાન પુદ્ગલ સ્કન્ધ પણ કાકાશમાં સમાઈ જાય છે.
પ્રશ્ન-અનંતપ્રદેશ સ્કંધ એક પ્રદેશમાં શી રીતે રહી શકે ? ઉત્તર-પુદ્ગલોને અત્યંત સૂફમ-સૂફમતર–સૂક્ષ્મતમ થવાને સ્વભાવ છે. તથા આકાશને પુદ્ગલેને તેવી રીતે અવગાહ આપવાનો સ્વભાવ છે. આથી અનંતપ્રદેશી એક સ્કંધ તે શું? અનંતપ્રદેશી અનંત કંધે પણ એક પ્રદેશમાં રહી શકે છે. જેમ કે-જે ઓરડામાં હજારે દીપકેનું તેજ ફેલાયેલું છે, તે એરડાના એક એક પ્રદેશમાં તેજના હજારે પુદ્ગલે રહેલા છે, ૧૨ ઇંચ લાંબી રૂની પૂણીને સંકેલી લેવામાં આવે તે એક ઈંચથી પણ નાની થઈ જાય છે. દૂધથી ભરેલા પ્યાલામાં જગ્યા ન હોવા છતાં સાકર નાખવામાં આવે તે સમાઈ જાય છે.
આમ, જેમ અગ્નિને બાળવાને સ્વભાવ છે અને ઘાસને બળવાને સ્વભાવ છે તેમ પુદ્ગલેને અત્યંત સૂક્ષ્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org