________________
પાંચમે અધ્યાય
પ્રથમ અધ્યાયમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને નયોનું પ્રતિપાદન કર્યું. બીજા, ત્રીજા અને ચોથા અધ્યાયમાં જીવતત્વને આશ્રયીને વિવિધ દષ્ટિએ નિરૂપણ કર્યું. હવે પાંચમા અધ્યાયમાં અજીવ તત્વનું વર્ણન કરે છે.
અજીવ તત્ત્વના મુખ્ય ભેદે - अजीवकाया धर्माधर्माकाशपुद्गलाः ॥५-१॥
ધર્મ, અધર્મ, આકાશ અને પુદગલ એ ચાર (દ્રવ્ય) અછવાય છે.
ધર્મ આદિ ચાર દ્રવ્યો અસ્તિકાય છે. અસ્તિ એટલે પ્રદેશ. કાય એટલે સમૂહ. ધર્મ આદિ ચાર તર પ્રદેશના સમૂહરૂપ હોવાથી અસ્તિકાય કહેવાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એ ચાર અજીવ તત્ત્વ છે. જીવથી વિપરીત ત અજીવરૂપ છે.
જીવ પણ પ્રદેશોના સમૂહરૂપ હેવાથી અસ્તિકાય રૂપ છે. આથી જીવાસ્તિકાય સહિત પાંચ તત્વે અસ્તિકાય રૂપ છે. પણ અહીં અજીવનું પ્રકરણ હવાથી ચાર તને. અસ્તિકાયરૂપ કહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
:
www.jainelibrary.org