________________
પાંચમે અધ્યાય
ર૪૭ પ્રત્યેક જીવના પ્રદેશનું પરિમાણુ
जीवस्य च ॥५-८॥ પ્રત્યેક જીવના અસંખ્યાત પ્રદેશ છે.
જીવે અનંત છે. પ્રત્યેક જીવના પ્રદેશ સમાન રૂપે અસંખ્યાતા છે. અર્થાત્ એક જીવને જેટલા અસંખ્યાત પ્રદેશ છે, તેટલા જ અસંખ્યાત પ્રદેશે બીજાને, ત્રીજાને, એમ સર્વ જીવોને હોય છે. એક જીવને જેટલા અસંખ્યાતા પ્રદેશ હોય તેના કરતાં બીજા જીવને અસંખ્યાતા પ્રદેશે ઓછા હોય કે વધારે હોય તેમ નથી. એક જીવના જેટલા અસંખ્યાતા પ્રદેશ છે, તેટલા જ અસંખ્યાતા પ્રદેશો ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના પણ છે. [૮]
આકાશના પ્રદેશનું પરિમાણુ–
ગાશિયાના - આકાશના અનંત પ્રદેશ છે.
આકાશના કાકાશ અને અલકાકાશ એમ બે ભેદ છે. અહીં આકાશના અનંત પ્રદેશનું કથન લેાકાકાશ અને અલકાકાશ ઉભયના સમુદિત પ્રદેશોની અપેક્ષાએ છે. પ્રત્યેકના પ્રદેશની વિચારણા કરવામાં આવે તે લોકાકાશના પ્રદેશે અસંખ્યાતા છે; અને અલકાકાશના પ્રદેશ અનંત છે. [૯]
પુદગલના પ્રદેશનું પરિમાણુ–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org